આયુર્વેદ, જ્યોતિષ શાસ્ત્ર, ગ્રહો અને નક્ષત્રો , બાંધકામ નું વાસ્તુ, શલ્ય ક્રિયા, દિવ્યદ્રષ્ટિ એટલે કે Clairvoyance, દૂર શ્રવણ એટલે કે Clair-audience તેમજ શૂન્ય અને દશાંશ ની શોધ આપણા ભારત ના ઋષિ મુનીઓ એ કોઈ પણ ટેકનોલોજી ની મદદ વગર કરી.
માનવ જીવન પર ઘણા બધા પરિબળો અસર કરે છે... DNA, આનુંવન્શિક પરિબળો Genes, કર્મો, જન્મ સમય અને જીવન કાળ દરમ્યાન ગ્રહો ના ચુંબકત્વ ના તરંગો, વાસ્તુ તેમજ જીવન સાથે જોડતા અંકો. આ બધા વિષયો પર મારો એક અન્ય બ્લોગ છે ...
પાયથાગોરસ, કિરો જેવા ગણિતવિદો એ જીવન સાથે અંકો નાં સંયોગ નો ખૂબ અભ્યાસ કર્યો છે.
તો આવો આપણે એક સુમધુર, સુરીલા અને અમર એવા એક વ્યક્તિત્વ ના જીવન થી આ સંયોગો ને જાણીએ.
૪ ઓગસ્ટ એટલે જન્મ દિવસ - અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નો અને એક અદભૂત – અમર અને ઓલ રાઉન્ડર કલાકાર, દરેક પેઢી ના પ્રિય એવા સ્વ. કિશોર કુમાર નો.
માનવ જીવન પર ઘણા બધા પરિબળો અસર કરે છે... DNA, આનુંવન્શિક પરિબળો Genes, કર્મો, જન્મ સમય અને જીવન કાળ દરમ્યાન ગ્રહો ના ચુંબકત્વ ના તરંગો, વાસ્તુ તેમજ જીવન સાથે જોડતા અંકો. આ બધા વિષયો પર મારો એક અન્ય બ્લોગ છે ...
પાયથાગોરસ, કિરો જેવા ગણિતવિદો એ જીવન સાથે અંકો નાં સંયોગ નો ખૂબ અભ્યાસ કર્યો છે.
તો આવો આપણે એક સુમધુર, સુરીલા અને અમર એવા એક વ્યક્તિત્વ ના જીવન થી આ સંયોગો ને જાણીએ.
૪ ઓગસ્ટ એટલે જન્મ દિવસ - અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નો અને એક અદભૂત – અમર અને ઓલ રાઉન્ડર કલાકાર, દરેક પેઢી ના પ્રિય એવા સ્વ. કિશોર કુમાર નો.
આપણે વાત કરવી છે આભાસ કુમાર કુંજીલાલ ગાંગુલી એટલે કે કિશોર કુમાર ની...
એમના વિશે અનેક લેખો લખાયેલ છે...એમના કેટલાય કિસ્સાઓ પ્રખ્યાત થયેલ છે...અને એમનું હિન્દી ફિલ્મ જગત માં સંગીતમાં અને અભિનય ક્ષેત્રે આપેલ યોગદાન ક્યારેય ન ભૂલાય એવું છે.
એમની જીવની વાંચતા ધ્યાન પડ્યું એક એવા પાસા ઉપર.... જે કીરો તેમજ પાયથાગોરસ એ અભ્યાસ બાદ નિર્દેશિત પાશ્ચાત્ય અંકશાસ્ત્ર ની યથાર્થતા ને પૂરવાર કરે છે.
સીધા વિષય ઉપર આવતા પહેલા... થોડા સામાન્ય નિયમો ને યાદ રાખી લઈએ........
*** ‘મૂલાંક’ એટલે પ્રથમ તારીખ ના અંકો નો સરવાળો
*** ‘ભાગ્યાંક’ એટલે આખીય તારીખ નો સરવાળો
જેમ કે ..............આજે 0૪ / 0૮ / ૨૦૧૭ -----
જેમાં ‘મૂલાંક’...= 0 + ૪ = ૪ .....અને
‘ભાગ્યાંક’... 0+૪+0+૮+૨+0+૧+૭ = ૨૨ = ૪ (૨ વત્તા ૨ = ૪)
*** ૧ (સૂર્ય) ,૨(ચંદ્ર) , ૪(રાહુ) અને ૭(કેતુ) ને એક વર્ગ ના અંકો ગણ્યા છે... = ‘વર્ગ સિધ્ધાંત ‘...
*** LEO ( સિંહ )સમય માં જન્મેલ વ્યક્તિ ઓ સૂર્ય અને અંક ૧ ની અસર હેઠળ જોવા મળે.
*** ૧ – ૪ અંકો એક બીજા ને હમેશ ચુંબક ની જેમ આકર્ષે છે... જેને “1-4 Factor” કહેવાય છે.
આગળ કિશોર કુમાર ના જીવન ની વાતો ને વાંચીએ ત્યારે ઉપરોક્ત નિયમો ને ધ્યાન માં રાખવા અને આ અંકો ની સંવાદિતા અને એમના જીવન માં બનેલ મહત્વપૂર્ણ બનાવો ને જોવા.
કિશોર કુમાર નો જન્મ ૪થા સંતાન તરીકે ૦૪/૦૮/૧૯૨૯ .... એટલે ... Leo – સૂર્ય પ્રભાવી...અંક ૧ ની તીવ્ર અસર સાથે ...મૂલાંક ‘૪’ અને ભાગ્યાંક ‘૬’ (શુક્ર)...માં થયો.
એમની મૃત્યુ તિથિ ૧૩/૧૦ એ એમને બ્રેક અપાવનાર એમના મોટા ભાઈ અશોક કુમાર નો જન્મદિવસ ! એમનું મૃત્યુ ૫૮ વર્ષ ની વયે થયું... વળી પાછો અંક ૪ !!!
એમના લગ્ન ૪ વખત થયા... એમણે પ્રથમ ફિલ્મફેર અવોર્ડ મળ્યો ‘ આરાધના ‘ ફિલ્મ માટે જે ૧૯૬૯ (સરવાળો ૨૫= ૭) માં આવી... ત્યારે એમની ઉમર હતી ૪૦ ! વળી પાછો ‘૪’...
હવે ૭ અંક ને વિચ્છેદ કરી નવી શરૂઆત કરનાર મનાયો છે... અને અમુક મતાનુસાર એ ૪ થી વિપરિત વર્તન કરનાર મનાયો છે...
મધુબાલાજી જન્મ્યા ૧૯૩૩ (સરવાળો ૧૬=૭) માં ...કિશોર કુમાર સાથે વધુ નિકટ આવ્યા ૧૯૫૮ માં જયારે કિશોર કુમાર એમના ૨૯ માં વર્ષે (સરવાળો ૧૧= ૨) ‘ચલતી કા નામ ગાડી‘ બનાવી રહ્યા હતા અને એમના લગ્ન થયા ૧૯૬૦ (૧૬=૭) ની સાલ માં જ્યારે કિશોર કુમાર હતા ૩૧ વર્ષ ના... ફરી ૪ !
મધુબાલા જી નું મૃત્યુ થયું ૧૯૬૯ (સરવાળો ૨૫=૭) માં... જ્યારે કિશોર કુમાર ની ઉમર હતી ...૪૦ !
પ્રથમ પત્ની રૂમા દેવી થી એ પ્રથમ વખત પિતા બન્યા અમિત કુમાર એમના પુત્ર નું નામ પાડ્યું...૧૯૫૧ (સરવાળો કરતા જજો હો... !? ૧૬ = ૭) માં... જયારે કિશોર સાહેબ હતા ૨૨ (=૪) વર્ષ ના...
- એક્ટર તરીકે પ્રથમ બ્રેક મળ્યો ‘શિકારી’ ફિલ્મ માં ૧૯૪૬ (=૨૦= ૨) માં...
- ગાયક તરીકે ‘ઝીદ્દી ‘ ફિલ્મ માં, જે આવી ૧૯૪૮ (=૨૨=૪) ની સાલ માં... જ્યારે એમની ઉમર હતી ૧૯ ની... ૧૯ એટલે અંક ૧ ... (૧ + ૯ =૧૦ = ૧ + 0 = ૧) ...સૂર્ય નો... LEO નો જન્મ ...યાદ છે ને !!!
હવે..... દરેક અંકો નો સરવાળો કરતાં જજો...
મૂલાંક...ભાગ્યાંક...૧,૨,૪,૭ અંકો નો વર્ગ સિધ્ધાંત ... ઉમર વર્ષ ... LEO …બધું યાદ રાખી ને...
- ‘આંદોલન’ ફિલ્મ આવી ૧૯૫૧ માં... ઉમર ૨૨
- ‘મુનીમ જી ‘ , ‘ટેક્સી ડ્રાઈવર’ અને ‘નોકરી’ ૧૯૫૪ માં... ઉમર ૨૫...
- ઈના-મીના-ડીકા ગીત વાળી ‘આશા’ , ‘પેઈંગ ગેસ્ટ‘ અને ‘મુસાફિર’ આવી ૧૯૫૭ માં... ઉમર ૨૮
- ૧૯૫૭ (૨૨...) માં... ‘બંદી’ ફિલ્મ પણ આવી જેમાં ત્રણે ભાઈઓ એ કામ કર્યું...
- ‘ચલતી કા નામ ગાડી’ આવી ૧૯૫૮ માં જ્યારે ઉમર હતી ૨૯ (અંક – ૨)ની... જેમાં પણ ત્રણેય ભાઈઓ એક સાથે દેખાયેલ...અને મધુબાલા જી સાથે પ્રેમ ની શરૂઆત થઈ...
- કિશોર કુમાર ...૧૯૬૨ માં જ્યારે ૩૩ (અંક ૬...એમનો ભાગ્યાંક ) વર્ષ ના હતા... ત્યારે ‘દિલ્લી કા ઠગ’ માં એમણે પુરુષ અને સ્ત્રી ના અવાજ માં ‘આ કે સીધી લગી...’ ગાઈ ને ધમાલ મચાવી દીધી...
- ‘દૂર ગગન કી છાંવ મેં’ આવી ૧૯૬૪ (અંક – ૨) માં... જેમાં પુત્ર અમિત કુમાર ને લોન્ચ કર્યા...
- પડોસન .... જે લતા જી એ પચાસેક વાર જોયેલ એવી રમૂજી ફિલ્મ આવી ૧૯૬૮ માં...(અંક ૨૪=૬)
- ૧૯૬૯ ( અંક ૭) માં જ્યારે ૪૦ (અંક ૪) વર્ષ ના હતા ત્યારે ‘આરાધના’ માટે પ્રથમ ફિલ્મ ફેર અવોર્ડ મેળવ્યો.
- એ જ રીતે ‘અમર પ્રેમ’ અને ‘કટી પતંગ’ આવી ૧૯૭૧ માં જ્યારે એ ૪૨ ( ફરી ૬...) વર્ષ ના હતા...
- ૧૯૭૫ (૨૨ = ૪) માં ઈમરજન્સી વખતે અને ૧૯૮૪ (૨૨ = ૪) માં લાઈવ શો માં સ્ટેમપીડ (ધક્કામુક્કી ) વખતે વિવાદો માં આવી ગયા હતા અને એમના ગીતો એક વખત પ્રસારિત કરવા ના ‘ બંધ ‘ પણ કરાયેલ...
હવે... એમના ફિલ્મી જીવન માં સંકળાયેલ મહત્વ ના વ્યક્તિ ઓના જન્મ તારીખ સાથે અંકો નો ફક્ત ઉલ્લેખ કરીએ...
૨. અશોક કુમાર --- ૧૩ / ૧૦ ... LIBRA... પરફેક્ટ મેચ...મૂલાંક ૪ અને ૬ પ્રભાવી ...
ફિલ્મો માં આવવા પ્રેરણારૂપ બન્યા અને ખુબ ટીકા કરતા હોવાથી કંઇક કરી બતાડવાની ભૂખ જગાડનાર પણ બન્યા.
ફિલ્મો માં આવવા પ્રેરણારૂપ બન્યા અને ખુબ ટીકા કરતા હોવાથી કંઇક કરી બતાડવાની ભૂખ જગાડનાર પણ બન્યા.
૭. આશા ભોસલે ... ૦૮ /૦૯ /૧૯૩૩ ... ભાગ્યાંક ૬
9. મન્ના દા ... ૧ / ૫ / ૧૯૧૯ ... મૂલાંક ૧, Taurus પ્રભાવી અંક ૬
8. મુહમ્મદ રફી સાહેબ ... ૨૪ / ૧૨ / ૧૯૨૪ ... મૂલાંક ૬, ભાગ્યાંક ૭
10. મુકેશ જી ... ૨૨ / ૭ / ૧૯૨૩ ... મૂલાંક ૪, LEO પ્રભાવી અંક ૧
11. અમિત કુમાર ... ૩ /૭ /૧૯૫૨ ... CANCER ...પ્રભાવી અંક ૨
હવે... આપ સહુ આ ગણિત માંડજો અને આપ પણ તાળો મેળવી શકશો કે કયો અંક, ગ્રહ, Zodiac Sign ને કારણે આ કલાકારો પણ કિશોર દા ની સફળતા નાં સહભાગી બન્યા... હું ફક્ત નામ અને જન્મ તારીખ જ લખી રહ્યો છું...
૧. સંજીવ કુમાર --- ૦૯ /૦૭ /૧૯૩૮
૨. ધર્મેન્દ્ર.... ૦૮/૧૨/૧૯૩૫
૩.જીતેન્દ્ર .... ૦૭ /૦૪ / ૧૯૪૨
૪. વિનોદ ખન્ના... ૦૬ /૧૦ /૧૯૪૬
૫. રિશી કપૂર --- ૦૪ /૦૯ / .... ૪ આવી ગયો... મૂલાંક માં જ...
૬. શશી કપૂર --- ૧૮ /૦૩ / ૧૯૩૮
૭. રણધીર કપૂર--- ૧૫ /૦૨ ... ૬ આવી ગયો... મૂલાંક માં જ
૮. અનીલ કપૂર--- ૨૪ / ૧૨....
૯. મિથૂન ચક્રવર્તી --- ૧૬/૦૬ ... ૭ ... કિશોર કુમાર ના ત્રીજા પત્ની યોગિતા બાલી ને પછી થી પરણ્યા
૧૦. દિલીપ કુમાર.... ૧૧ /૧૨ /૧૯૨૨ ... ભાગ્યાંક ...૧ (Get Well Soon યૂસુફ સાહેબ !)
૧૧. અનૂપ કુમાર ... ૦૯/૦૧/૧૯૨૬ ... કિશોર દા ના બીજા ભાઈ
૧૧. અનૂપ કુમાર ... ૦૯/૦૧/૧૯૨૬ ... કિશોર દા ના બીજા ભાઈ
ગમ્મે તે કહો... કિશોર દા... કિશોર દા હતા... ‘ ન ભૂતો ન ભવિષ્યતિ ‘...
અરે હા... આ વિશ્લેષણ માં એક વાત તો રહી જ ગઇ...
એમના અમર ફિલ્મ ઝુમરૂ માં પણ ૧૩(...ફરી અંક ૪) ગીતો હતા... જે હીટ ગયેલ...
ચાલો .... એમના એ તોફાની ગીત થી જ એમને યાદ કરીએ ... અને એમના જન્મદિન ને વધાવી
લઈએ.
મને આ ગીત ગાવા દો...
મને આ ગીત ગાવા દો...
આભાર...
Ujjaval Vaishnav
https://uvs.world
Other Topics
- #PaneerRecipes Cook and Earn...In Hindi / Gujarati / English
- નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા!
- વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav
- કોરોના - એક પડકાર - #GuestPost by Manisha Vaishnav
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
- મુંબઈ ઇન્ડિયન્સ ની IPL મેચો અને GoIBIBO એપ વડે હોટેલ બુકિંગ માં જંગી બચત
- શું તમારા ઘર માં વડીલો છે ? --- #GuestPost by Manisha Vaishnav
- #TravelHack --- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
- ઓનલાઈન વેપારથી બનો વિશ્વમાનવ
- Lets Talk on some OCCULTs
- હા... મને પણ બનવું છે... કરૉડપતિ !!!
- રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
My YouTube Channel
2 comments :
ઘણી સચોટ અને સટિક માહિતી આપી.અનોખું વિશ્લેષણ. વાહ..
ઘણી સચોટ અને સટિક માહિતી.અનોખું વિશ્લેષણ.
Post a Comment