ઓનલાઈન વેપાર થી બનો વિશ્વ માનવ

For ENGLISH readers
For HINDI readers

સવારે ૯ થી રાત ના ૯ સુધીની નોકરી ને કહો...
“બાય બાય”  અને ઓનલાઈન વેપાર થી
બનો વિશ્વ માનવ ...

શું તમે પણ ઈચ્છો છો કે તમારી પ્રોડક્ટ્સ કે સેવાઓ ...કે કલા-કૌશલ્ય વિશ્વ સ્તરે પહોંચે ...અને તમે ઊંઘી રહ્યા હોવ અને છતાંય તમારી માર્કેટ ઓફર તમારા બેંક ખાતાને છલકાવતી રહે ?

તો...અને તો જ આગળ આ સંક્ષેપ લેખ વાંચશો... નહિ તો તમારો સમય કોઈ અન્ય જગ્યા એ ઇન્વેસ્ટ કરશો...

આ ...એક લેખ માત્ર નથી...કેટલાક વ્યાપક પગલાંઓ મુકેલ છે... જેમ વિડીયો ગેમ માં એક સ્ટેજ થી બીજા સ્ટેજ પર જઈએ એ રીતે આ પગલાંઓ ને અનુસરવા થી તમે તમારા વેપાર ને ઓનલાઈન લાવી શકશો અને એનો પ્રચાર કરી ઊંઘતા ઊંઘતા પણ કમાઈ શકશો ....તમારી જાતે જ....અને એ પણ સૌથી ઓછા એવા ઇન્વેસ્ટમેન્ટ થી.

યા તો તમે ખુદ જ કંઇક બનાવતા હશો અથવા કોઈએ બનાવેલ હશે તેને વેંચતા હશો...એટલે કે ... પ્રોડક્ટ કે સેવા કે કૌશલ્ય...

પ્રોડક્ટ --- આમ જનતા વાપરી શકે એવી એટલે કે કન્ઝ્યુમર પ્રોડક્ટ અથવા કોઈ અન્ય વેપાર કે ઉદ્યોગ એકમ વાપરી શકે એવી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ હોઈ શકે

સેવા  --- કોઈ પણ રીતે તમને કન્સલ્ટ કરવા પડે તે

કૌશલ્ય ---  ચિત્રકામ, રસોઈ કલા,વેબસાઈટ બનાવવી, એપ બનાવવી, શિલ્પ કલા, સંગીત...વગેરે

ઓનલાઈન સ્ટોર બનાવો...

સૌ પ્રથમ તમારી ખુદની અને કંપની ની પહેચાન માટે જેમ દુકાન કે જગ્યા ભાડે લઈએ તે રીતે ઓનલાઈન સાઈટ કે સ્ટોર બનાવો... ઉદાહરણ રૂપે નીચે આપેલ લિંક ઉપર લોગ ઇન આઈ.ડી. અને પાસવર્ડ વડે ફક્ત સાઈન અપ કરી, બેંક ને લિંક કરી અને તમારી પસંદની ડીઝાઈન બનાવી થોડી પળો માં જ સ્ટોર બની જશે. કેટલા ભાડાં નો પ્લાન પસંદ કરવો એ તમે જ નક્કી કરી શકો. ઉચ્ચતમ પ્લાન પસંદ કરશો તો વધુ સગવડો મળશે. તો પણ તે ગાળો કે દુકાન ખરીદવા કે ભાડે લેવા કરતાં તો સસ્તું અને સરળ જ પડશે.

સ્ટોર બનાવવા સાઈન અપ કરો

ફેસબુક ઉપર તમે મફત માં પણ પેજ બનાવી શકો છો...’સ્ટોર’ કે ‘શોપ’ નું ઓપ્શન સિલેક્ટ કરી ને ...પણ આ એક વધુ પ્રોફેશનલ લાગતું પ્લેટફોર્મ છે.

તદુપરાંત આ ઉપરોક્ત વેબસાઈટમાંથી તમે ગોડાઉન થી માલ લેવાથી લઇને ખરીદનાર ગ્રાહક સુધી પહોંચાડવા માટે ડ્રોપશિપર ને પસંદ કરી સાંકળવાની પણ સગવડ છે. એટલે ચિંતામુક્ત થઇ ને અત્યારે જ સાઈન અપ કરી શકો.

તમારી માર્કેટ ઓફર ને અહીં મુકવી

તમારા પેઈન્ટીંગ કે કલે-વર્ક, સોફ્ટ ટોય્ઝ, મીણ ની કળા, ક્રાફ્ટ કે હેન્ડીક્રાફટ, કપડાં- કુર્તી – શર્ટ –પેન્ટ- ટી શર્ટ વગેરે જેવા તમારા પ્રોડક્ટ્સના ફોટો અને તેના તમે નક્કી કરેલ વેચાણ ભાવ અહી એક પછી એક અપલોડ કરીને મુકવા.
એ જ રીતે તમે જો કોઈ સેવાઓ આપતા હોવ... તો તે મુજબ નો સ્ટોરનો થીમ ઉપરોક્ત વેબસાઈટ માં થી પસંદ કરવો અને તે મુજબના વર્ણન લખીને, ફોટોગ્રાફ્સ મુકીને – જેમાં તમને મળેલ સન્માન / ઇનામ ના પણ ફોટો અને વર્ણન શામેલ હોય, વિડીયો હોય તો તેની લીંક તેમાં કોપી-પેસ્ટ કરી શકાય તથા તમારા સંપર્ક ના નંબર મુકીને તમારો વ્યાપ વધારી શકો.

જો તમે કોઈપણ વેપાર સાથે સંકળાયેલ હોવ અને તમારે ઓનલાઈન વેપાર કરવા અને વ્યાપ વધારવા  એમેઝોન સાથે જોડાવું હોય તો આ રહી લિંક ...



જો તમે કોઈ ની બનાવેલ પ્રોડક્ટ્સ વેચવા માગતા હોવ તો.. તમારા ધ્યાનમાં હોય એવા સપ્લાયર કે અન્ય ને વેબસાઈટ થી શોધી, તેના સંપર્ક માં આવી તેની પ્રોડક્ટ્સ વહેંચી માર્જિન થી કમાણી કરી શકો.
આવી એક ડિરેક્ટરી કે જે ડ્રોપશિપિંગ વિશે પણ જાણકારી આપે છે તે નીચે આપેલ છે...સાઈન અપ કરી જોડાઈ શકો છો. 
હોલ સેલર્સ અને ડ્રોપ શિપર્સ

અથવા વિશ્વના સૌથી મોટો જથ્થાબંધ ઓનલાઈન સ્ટોર અલી એક્સપ્રેસ થી ભાવતાલ બાદ ખરીદીને તમારી ઓનલાઈન બજારમાં વેંચો.

કમાણી --- સીધી બેંક એકાઉન્ટ માં જમા થાય તેની વ્યવસ્થા...

લોકો ઓનલાઈન શોપિંગ કરી શકે તે માટે ઘણા લેવડ-દેવડ ના આંતરરાષ્ટ્રીય વેબ પ્લેટફોર્મ છે...એમાં નાં એક સરળ પ્લેટફોર્મની લિંક નીચે આપેલ છે...તેને સાઈન અપ કરી અને ઉપરોક્ત સ્ટોર-વેબસાઈટ કે તમારી જાતે પસંદ કરી ને બનાવેલ સાઈટમાં તેની લિંક આપી દો... અથવા...તમારા ઓનલાઈન સ્ટોર ની લિંક તમે અહીં સાઈનઅપ કર્યા બાદ આપી દો...



અહીં તમારી બેંક ની વિગતો ભરી હશે એટલે ખરીદનાર ને તમારી બેંક વીગતો ની જાણ થયા વગર જ તમારા ખાતા માં પૈસા જમા થશે.
ડોલર, યુરો,પાઉન્ડ વગેરે ને ભારતીય રૂપિયા માં ફેરવવા ની કેટલીક ફી આ લોકો લે છે....જે લગભગ બધે જ સમાન છે.પે-પાલ, સ્ક્રીલ્લ જેવા કેટલાક અન્ય પે-મેન્ટ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે.

આ સ્ટોર પર લોકો નો ‘ટ્રાફિક’ લાવો અને શક્યતા વધારો...

કેટલીક રીતો છે જેના વડે તમે તમારા આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સમગ્ર વિશ્વમાંથી લોકો ને આકર્ષી શકો છો...જેને વેબ ટ્રાફિક કહેવાય છે. જેટલા તમારી આ શોપ પર આવતા લોકો વધુ એટલો તમારી શોપ નો સર્ચ એન્જિન પર આવતો નંબર ઉપર. સિમ્પલ...

સામાન્ય રીતો:

તેનો જાતે જ પ્રચાર પ્રસાર કરી ને...સોશ્યલ મીડિયા – પ્રિન્ટ કે ટી.વી. એડ જેવા મીડિયા પર લિંક અને વેબસાઈટ શેર કરી ને... કે વોટ્સએપ – ટેલિગ્રામ વગેરે મેસેન્જરો પર તમારા સ્ટોર ની લીંક શેર કરીને...

મૂળ ભૂત લિંક ને શોર્ટ લિંક માં ફેરવી ને પ્રચાર કરશો... વધુ સરળ રહેશે... જે માટે ગૂગલ, Shorte.st , bit.ly  વગેરે સાઈટ મોજૂદ છે.

વીઝીટીંગ કાર્ડ્ઝ, ગિફ્ટ મટીરીયલ, છાપાં, મેગેઝીનો વગેરે પર  તમારી શોપ કે વેબસાઈટ ની લિંક નો QR Code બનાવી મુકવાથી જે પણ સ્કેન કરશે તેઓ સીધા તમારા બનાવેલ ઓનલાઈન શોપ કે વેબસાઈટ ની લિંક પર પહોંચી જશે.

ટેકનીકલ રીતો:

ગૂગલ એડવર્ડ્ઝ પર જાહેરાતો મુકીને, બેક-લિંક બનાવી ને તથા સ્ટોર સાઈટ માં સૌથી વધુ સર્ચ કરાતા કી- વર્ડ ગૂગલ પર શોધી અને તેમને શામેલ કરી ને...
જો ઉપર આપેલ શોપ પ્લેટફોર્મ નો ઉચ્ચતમ ભાડાં પ્લાન પસંદ કર્યો હશે તો તેઓ ખુદ જ ઘણી વખત આ કરી આપતા હોય છે અથવા સરળ બનાવી આપતા હોય છે.

ટ્રાફિક શેરીંગ વડે:  

તમે કોઈની સાઈટ પર જાઓ...તે તમારી સાઈટ પર જશે... અથવા એથી પણ શ્રેષ્ઠ... તમે કોઈ ની લિંક પર અડધી મિનીટ રહો...તમને તેના પોઈન્ટ મળશે...એ પોઈન્ટ અન્ય માણસ કમાવવા માટે તમે અગાઉ સેટ કર્યા મુજબ ---તમારા ટ્વીટર પર તમે મુકેલ લીંક ને રી-ટ્વીટ કરી ને તમારી આ સ્ટોર વેબસાઈટની લિંક પર ટ્રાફિક વધારી આપશે.
આવું એક માધ્યમ નીચે આપેલ છે... સાઈન અપ કરી શકો...


તો બસ....શરુ કરી દો.... એક રવિવાર એમાં લગાડી દો...

જો આ બધા વિશે વધુ ભણવું હોય તો ઓનલાઈન કોર્સ અહીં થી મળી જશે...


કેટલીક અંગ્રેજી કિતાબો મારી વેબસાઈટ ના JOBs પેજ પર થી મેળવી શકશો...


તો... આશા રાખું કે આ સંક્ષેપ માં આપેલ માહિતી અને પગલાંઓ તમારા વ્યાપાર ને વિશ્વસ્તરે લાવી શકાશે.


મળીએ પછી...

આવજો...

ઉજ્જવલ વૈષ્ણવ


For ENGLISH readers
For HINDI readers  




મારી અન્ય બ્લોગ પોસ્ટ





My YouTube Channel























No comments :

//