શું આપણે પણ નાની રકમ વ્યાજે આપી શકીએ ? કઈ રીતે ... ?

 Click HERE for ENGLISH version                                                        Click HERE for HINDI version

કેમ છો મિત્રો,

શું તમે ધનિક લોકોના રહસ્યો જાણો છો? તેમના પૈસા પોતાની જાતે જ વધુ પૈસા કઈ રીતે કમાઈ આપી શકે તેનું જ્ઞાન અને ડહાપણ પણ તેમની પાસે હોય છે!

અને... શું તમે જાણો છો કે મોંઘવારી દર અને ખાસ કરીને કોવિડ-19 દરમિયાન લાગેલ લૉક ડાઉન પછીની અસરોને લીધે વ્યક્તિગત નાણાંકીય સ્થિતિઓ આપણી કલ્પનાની બહાર હચમચી ગઈ છે?

આપણા રાષ્ટ્રની મોટી વસ્તીનું પ્રિય એવું નાણાંના ગુણાકારનું સાધન તેના આકર્ષણને ગુમાવી રહ્યું છે અને આપણા બેંક ખાતાઓમાં પડેલા આપણા ભંડોળનું ખરા અર્થમાં અવમૂલ્યન કરી રહ્યું છે. ફિક્સ્ડ ડિપોઝીટ... હા... એક સાધન જે માત્ર 1 એન્ટિટીને વધુ સમૃદ્ધ બનાવે છે... બેંક અથવા બેંકર જે તેની માલિકી ધરાવે છે, તમને/આપણને નહીં. જો કે એફ.ડી. દ્વારા આપવામાં આવતી સલામતી મહત્તમ છે પરંતુ તે આ ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતી નથી.

આપણા પૈસાની ખરીદ શક્તિને ધીમે ધીમે ઘટાડી રહી છે.

અહીં આપણા બધા માટે એક એવી તક છે જેમાં મધ્યમ જોખમો સાથે અમુક વધારાના % નો વ્યાજ દર મેળવી શકાય છે. અહી આપણે સ્ટોક્સ અથવા કોમોડિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરી રહ્યા નથી.

તો આ કેવી તક છે? ચાલો પહેલા એક ઉદાહરણથી સમજીએ...

એક મોટી મસાલા-સોડા ડ્રિંક ઉત્પાદક કંપની છે જે નાના ઉત્પાદક પાસેથી કાચી સામગ્રી તરીકે બોટલો ખરીદે છે. તેમની વચ્ચે એક કરાર છે, કે જે દિવસે તેઓ બોટલો ખરીદે છે ત્યારથી ક્રેડિટ અવધિના 90 દિવસ પછી કંપની સંપૂર્ણ રકમ ચૂકવશે.આપણે ગાણિતિક સરળતા માટે બોટલ બનાવનાર પાસેથી જે કુલ બિલ/ઈનવોઈસ ની રકમ  રૂ.1000/- લઈએ છીએ.

હવે અહીં સ્થિતિ એવી છે કે બોટલ બનાવનારને પોતાનો રોજે રોજનો ધંધો પણ ચલાવવાનો છે. તેણે ઓપરેશનલ ખર્ચ, મજૂરી ખર્ચ વગેરે માટે ચૂકવણીઓ કરવી પડતી હોય છે. તે બોટલ બનાવનાર, પછી એક એવા રોકાણકારની શોધ કરે છે જે તેને તરત જ પૈસા ચૂકવવા તૈયાર હોય! બોટલ બનાવનાર તેને કહે છે, “હું વ્યવહારિક રીતે 90 દિવસ સુધી રાહ જોઈ શકું નહિ, તમે મારું બિલ/ઇનવોઇસ ખરીદી લો, હું તમને ડિસ્કાઉન્ટ આપીશ. તમે મને અત્યારે રૂ.1000 ના બદલે રૂ.970 તરત જ આપી દો એટલે મારું કામ ચાલતું થાય અને 90 દિવસની ક્રેડિટ અવધિ પછી મસાલા-સોડા બનાવનાર કંપની પાસેથી તમને રૂ.1000/-  મળી જશે. તે રોકાણકાર સંમત થાય છે.

ડીલ થઈ ગઈ! બંને ખુશ!

તે રોકાણકાર સોદો સ્વીકારે છે, રૂ.1000/- ના બિલ/ઇનવોઇસ સામે તે બોટલ બનાવનારને રૂ.970/- ચૂકવે છે અને 90 દિવસ પછી મસાલા સોડા બનાવનાર કંપની તરફથી તેને રૂ.1000/- ચૂકવવામાં આવે છે! આમ તેના રૂ.970/- ના રોકાણમાંથી 3 મહિનાના સમયગાળામાં તે રૂ. 30/- નો નફો મેળવે છે જે વાસ્તવમાં તેના રોકાણ પર લગભગ 12% નું વાર્ષિક વળતર છે!



આને બિલ ડિસ્કાઉન્ટિંગ અથવા ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કહેવાય છે!

હવે ડિજિટલ ટેક્નોલોજી અને સ્માર્ટ ફોન્સની પ્રગતિ સાથે ભારતમાં આપણી પાસે કેટલીક અધિકૃત અને મંજૂરી મેળવેલ કંપનીઓ પણ છે જે બંને સુવિધાઓનો લાભ લેવા માટે નાના વેપારીઓ અને નાના રોકાણકારો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

1. બિલ/ઇનવોઇસ વિક્રેતા (ઉપરના ઉદાહરણમાં તે બોટલ બનાવનારની જેમ) જે રોકાણકારની શોધ કરશે... જો તમે તમારા બિલ્સ/ઇનવોઇસ ડિસ્કાઉન્ટ કરવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો

2. એક રોકાણકાર, જે નાની રકમથી રોકાણ કરી શકે છે અને બીલ/ઈનવોઈસ ખરીદી શકે છે જેના પર તે ઊંચા દરે વળતર મેળવી શકે છે (ફિક્સ્ડ ડિપોઝીટ અને કેટલીક અન્ય બચત યોજનાઓની સરખામણીમાં)...જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો

 તો, શા માટે તમારે તમારી મહેનતની કમાણીનાં એક ભાગને બિલ/ઇનવોઇસ ડિસ્કાઉન્ટિંગમાં પાર્ક ન કરવી જોઈએ અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં નિયમિતપણે વધુ વળતર ન મેળવવું જોઈએ?

અને જો તમે નાના વ્યવસાયના માલિક હો અથવા હજુ તો માત્ર એક સ્ટાર્ટઅપ હો અથવા તો નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી જ રહ્યા હો, તો શા માટે તમે ધિરાણકર્તાઓની પાછળ દોડશો જેઓ લોન પર વધુ વ્યાજ વસૂલશે? તેના બદલે તમે પણ તે બોટલ બનાવનારની જેમ સ્માર્ટ બની શકો છો અને ઉત્સાહી રોકાણકારને તમારું બિલ/ઈનવોઈસ વેચી શકો છો!

તમે તમારા ઉધાર અથવા ધિરાણ, કોઈપણ / બંને હેતુઓ માટે આપેલ પ્લેટફોર્મને અજમાવી શકો છો... આપણા નાણાંનું રોકાણ કરતા પહેલા દરેક સોદામાં પૂરા પાડવામાં આવેલ જોખમ સંબંધિત દસ્તાવેજોને વાંચવા માટે આપણે બધા સમજદાર છીએ જ, તેની મને ખાતરી છે. સામાન્ય રીતે રોકાણકાર રૂ.50,000/- ની લઘુત્તમ રકમ થી શરૂઆત કરી શકે છે અને રોકાણની મહત્તમ સીમા આશરે રૂ.10,00,000/- છે.

તમારા વિચારો અને આ પોસ્ટને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, કોઈ ખરેખર રોકાણકાર અથવા રોકાણની સારી તક શોધી રહ્યું હોઈ શકે છે!

અત્યારે માટે આવજો, ખુદનું ધ્યાન રાખજો...


ઉજ્જવલ વૈષ્ણવ

https//uvs.world


Click HERE for ENGLISH version                                                         Click HERE for HINDI version











મારી અન્ય બ્લોગ પોસ્ટ







My YouTube Channel








No comments :

//