#TravelHack --- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત

Click Hindi Version for Hindi Readers                                 Click English Version for English Readers

મિત્રો ...કેમ છો....?

જે મિત્રો ને પ્રવાસ પર ફરવા જવું  ને મજજા કરવું  ન ગમતું હોય...કે જેમને પ્રાઈવેટ ચાર્ટર પ્લેન પોસાતું હોય એમના માટે આ લેખ નથી... 😉

પણ...

એવું કોઈ ભાગ્યે જ હશે ... જેમને 'ફરવું' કે મોજે મોજ કરવી ન ગમતી હોય... નહિ ?

તો મારા કેટલાક અનુભવો અને ઉપયોગી માહિતી હું આપને શેર કરી રહ્યો છું. આશા રાખું છું કે જેમ મને લાભ થયો એમ તમને સહુ ને પણ થશે.

હજુ પણ ઘણા મિત્રો એવા છે... જે રેલ અને રોડ યાત્રા ને માણે છે... હું પણ એમાંનો જ એક છું.

સ્ટેશનો પર આવતા 'વડા-પાંઉ' ... 'ભેળ'... 'મસાલેદાર પેસીઅલ (સ્પેશિઅલ) ચા' ... સાથે જો પરિવાર હોય તો પત્તા કે અંતાક્ષરી રમવા ને ગોસીપ કરવા ની મજા ....

... કે પછી પસંદગી ના ગીતો સાંભળતા સાંભળતા રોડ યાત્રા માં આવતા ધાબા પર નું તૈલી જમવાનું... કોને ન ગમે ?

પણ ... જ્યારે સમયને બચાવવા ની વાત હોય...ત્યારે હવાઈ મુસાફરી નો કોઈ વિકલ્પ ખરો ??

'ટિકિટનો ખર્ચો ફાડી નાખે એવો હોય...ભાઈ '  સાચું બોલજો ... મન માં આ જ બોલ્યા ને ??

તો... બસ આ લેખ મેં તમારા માટે જ લખ્યો છે.

આજે વધતી જતી સ્પર્ધા ના ... વસ્તી ના ... અને વિકાસ ના સમય માં ફક્ત ચાર જ વસ્તુઓ એવી છે જેને સંભાળી ને કમાવી કે ખર્ચ કરવી જરૂરી છે...એ પણ લખેલા ક્રમમાં જ અગત્યતા ધરાવે છે...

સમય...શક્તિ...સંવેદનાઓ...પૈસા....

આપ જ વિચારો... દાખલા તરીકે ...આજે આપ ને રાજકોટ કે જામનગર કે પોરબંદર થી મુંબઈ જવું હોય... એ પણ રાજાશાહી આરામ થી ...તો ? અને એ પણ ઉપર ના ચાર ઘટકો ને સર્વશ્રેષ્ઠ વિકલ્પો માં સાંકળી ને... તો ?

ટ્રેન નો સેકંડ એ.સી. કોચ યાદ આવે ?

૧૮ થી ૬૦ વર્ષ ની વય જૂથ ના લોકો માટેની ટિકિટ રૂ.૧૭૦૦/- ... ૧૪ થી ૧૬ કલાક ની મુસાફરી ... વેઈટીંગ કે આર.એ.સી. ન હોય તો...

... ઉપર થી સવાર ના વહેલા ...દૂધ વાળા ના સમયે મુંબઈ માં ઉતરી .....બ્રીજ ઉપર 'ઇસ્ટ કઈ બાજુ' ને 'વેસ્ટ કઈ બાજુ' ની વિમાસણ માં પડવાનું... ઉબર કે ઓલા ટેક્સી કરી હોય તો ઠીક ...રીક્ષા કે બસ ની આદત હોય તો પણ ઠીક ...નહિ તો જેમને મળવા આવ્યા હો એમને સવાર સવાર માં.....................!



ને પ્લેનમાં ?

રૂ. ૯૫૦/- ......જો આ લેખ ને સમજી ને અનુસરો તો... નહી તો રૂ.૨૫૦૦ થી રૂ.૧૨-૧૫૦૦૦ પ્રતિ ટિકિટ

... ઉપર થી ૩ થી ૭ કલાક ની જ મુસાફરી ...



ઉપર લખ્યું એમ... સ્પર્ધા દરેક ક્ષેત્ર માં છે... અને દરેક નું લક્ષ્ય એક જ છે... ફાઈનાન્સિયલ ગ્રોથ ...પછી એ વ્યક્તિ હોય કે કંપની.

સ્પર્ધા હોય એટલે ગ્રાહકો ને આકર્ષવા માટે તમામ પ્રોડક્ટ અને સર્વિસ પ્રોવાઈડરો જાત જાતની ને ભાત ભાતની યોજનાઓ - પ્રમોશનલ સ્કીમ્સ માર્કેટમાં મુકતા હોય છે...

અહી આપણે એનો જ લાભ લેવો છે....... હું પણ લઉં છું.

મારું જ ઉદાહરણ આપું...

ત્રણ વિકલ્પો છે જે મને મુંબઈ થી રાજકોટ કે રાજકોટ થી મુંબઈ ની હવાઈ યાત્રા ઓછા ખર્ચે કરવા માં સરળતા આપે છે......

૧. ખુબ આગળ થી આયોજન કરી ને ટિકિટ કરવી... કેમ કે મુંબઈ-અમદાવાદ કરતા ફ્લાઈટ ઓપરેટર ઓછા છે અને મોનોપોલી ને કારણે ટિકિટ દરો ઊંચા છે.... પણ જો યાત્રા આયોજિત હોય તો અગાઉ થી ટિકિટ કરીએ તો લગભગ રૂ. ૨૫૦૦ માં જ પડે.... એ પણ ડાયરેક્ટ રાજકોટ થી.



૨. અમદાવાદ થી બ્રેક જર્ની કરી ને ...જે મારા ડેસ્ટીનેશન રાજકોટ શહેર થી લગભગ સાડા ચાર  કલાકના અંતરે છે ... અમદાવાદ - મુંબઈ વચ્ચે ૬ એરલાઈન્સ સેવાઓ આપે છે...એટલે સ્પર્ધા છે... અને જેથી અગાઉ થી ટિકિટ બુક કરી હોય તો ફક્ત રૂ.૧૧૦૦ પ્રતિ યાત્રી ટિકિટ થાય છે (જે શતાબ્દી કરતાં પણ ઓછું ભાડું છે અને સમય ની બચત તો ખરી જ) ... ત્યારબાદ રૂટ નંબર ૧૦૦૦ ની બસ અમદાવાદ એરપોર્ટ થી ફક્ત રૂ.૫૦ માં જ ઝાંસીની રાણી સ્ટોપ પર કે કર્ણાવતી ક્લબ પાસે ઉતારે જ્યાં થી રાજકોટ ની તમામ બસો મળી જાય .....વત્તા ઘર સુધી પહોચવા ના રીક્ષા ભાડા.( હાલ પુરતી આ સેવા સ્થગિત થયેલ છે,પણ સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે ખાનગી બસો પણ છે જે રાજકોટ આવે જાય છે.)





                                     



















૩. એર માઈલ્સ જમા કરી ને... એમાં અલગ અલગ રીતે વધુ માઈલ્સ કમાઈ ને... અને રોકડા ની જગ્યા એ જમા કરેલા માં થી  ૫૦૦૦ માઈલ્સ વાપરી ને... જેમાં ફક્ત ટેક્સ ને અમુક ફીસ  ના જ પૈસા ભરવા પાત્ર થાય છે જે લગભગ રૂ.૯૫૦  જેટલું જ થાય ...ટ્રેન કે બસ કરતાં પણ ઓછું...

જો થોડાં માઈલ્સ ખૂટતા હોય તો એ ખરીદી પણ શકાય છે.

છે ને ગુજ્જુ ભાઈ નું ભેજું !?

તો... આ માઈલ્સ કેવી રીતે મળે ? કેવી રીતે કમાવવા ???

અલગ અલગ શહેરો / દેશો ની યાત્રા માટે અલગ અલગ એર માઈલ્સ જોઈએ.

સામાન્ય કે પ્રવાસન હેતુ થી હવાઈ યાત્રા કરવા માં યાત્રી સિવાય કોણ કોણ શામેલ હોય  ???

૧. યાત્રી નું ખિસ્સું...એટલે કે બેંક અને તેની ક્રેડીટ કે ડેબિટ કે ફોરેન એક્સચેન્જ  સેવાઓ
૨. એરલાઇન્સ
૩. ટેક્સી સેવાઓ
૪. હોટેલ કે જ્યાં કદાચિત રહેવાસ કરવો હોય....કે લંચ / ડીનર કર્યું હોય...
૫. ટૂર ઓપરેટર 
૬. કોઈ ના અનુભવો થી માર્ગદર્શન કરતી  વેબસાઈટસ...
૭. મોબાઈલ સીમ સેવાઓ ...જો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હોય તો...

હવે... આ તમામ વ્યાપારી એકમો એકમેક સાથે પ્રવાસન હેતુ થી સંકળાયેલ છે... એટલે 'બેનીફીટ શેરીંગ' ના સિદ્ધાંતે એકમેક ને તેમજ ઉપભોક્તા એટલે કે આપણ ને લાભ કરી આપે...

બેંક

... કે જેમાં આપણા ખાતાઓ હોય છે... જો એ સધ્ધર પબ્લિક કે પ્રાઈવેટ બેંક હોય તો ખાતા ધારક ના ખાતા ના ઉપયોગ અનુસાર 'રીવોર્ડ પોઈન્ટ્સ' જમા કરતી હોય છે... આ રીવોર્ડ પોઈન્ટ્સ ને પણ એર માઈલ્સ માં કન્વર્ટ કરી શકાય.

કેટલાક ક્રેડીટ કાર્ડ્સ  પણ દર ૧૦૦ રૂપિયા ના સ્વાઈપ કે ઓનલાઈન ખરીદ-ખર્ચ દીઠ અમુક એર માઈલ્સ જમા કરાવી આપે છે... એટલે કે પેટ્રોલ ભરાવ્યું ગાડી માં ...ડેબીટ કે ક્રેડીટ કાર્ડ સ્વાઈપ કરાવ્યું ...ને જમા થાય એર માઈલ્સ... જે કામ આવ્યા નગણ્ય ભાવે ફ્લાઈટ ટિકિટ મેળવવા માં....

એરલાઈન્સ

 તમે જો અમુક બેંક સાથેના  કો-બ્રાન્ડેડ ક્રેડીટ કાર્ડ લીધા હોય તો દર વર્ષે એ કાર્ડ રીન્યુ કરતાં જ તમને ૧ કોમ્પ્લીમેન્ટરી ફ્લાઈટ ટિકિટ ને રીડીમ કરવા નો કોડ ઈ-મેઈલ થી આપી દે...ભેંટ સ્વરૂપે...

જો રોકડ થી એપ કે વેબસાઈટ થી ઓન-લાઈન ટિકિટ બુક કરાવો તો પણ 'ઓન લાઈન બોનસ ' સ્વરૂપે સિલેક્ટ કરેલ ક્લાસ મુજબ યાત્રી દીઠ માઈલ્સ જમા થઇ જાય....

હોટેલ અને ટેક્સી સેવાઓ

કેટલીક હોટેલ્સ ના એરલાઈન્સ સાથે ટાઈઅપ હોય છે... જો એમાં રહેવાસ કર્યો તો દર ૧૦૦ રૂ. ખર્ચ દીઠ અમુક એરમાઈલ્સ જમા થાય...વળી એ હોટેલ સુધી પહોચવા માટે જો ટેક્સી પણ એ જ એરલાઈન્સ મારફતે બુક કરી હોય તો પણ દર ૧૦૦ રૂ. દીઠ ફરી એરમાઈલ્સ જમા થયા કરે.

કેટલીક ચુનંદા રેસ્તરાં માં લંચ કે ડીનર કરી ... કાર્ડ સ્વાઈપ કરી પેમેન્ટ આપશો તો પણ એર માઈલ્સ કમાશો.

હવે કેટલીક હોટેલ બુક કરવા ની  વેબસાઈટ પણ છે જેમના મારફતે હોટેલ બુક કરવાથી પણ માઈલ જમા થાય....

ટૂર ઓપરેટર્સ 

કેટલીક પ્રખ્યાત ટૂર ઓપરેટર ની ટાઈઅપ એરલાઈન્સ સાથે હોવાથી સ્વદેશી તથા વિદેશી પ્રવાસ ની ટિકિટ પણ એ જ એરલાઈન્સ માં ઓટોમેટીક રીતે કરી આપતા હોય છે...હવે એ યાત્રા ના છ મહિના ની અંદર અંદર એ યાત્રા ના  પી.એન.આર. એરલાઈન્સ ને સબમિટ કરી ને વીતેલી એ યાત્રા ના પણ એર માઈલ્સ મેળવી શકાય છે.

કેટલીક ટુરિઝમ ની વેબસાઈટ અને એપ પણ એવા છે જે તમને આવી એરલાઈન્સ ના મેમ્બરશીપ નંબર નો ઉલ્લેખ કરવા થી યાત્રા બાદ આપો આપ એર માઈલ્સ જમા કરી આપે છે.

કેટલીક એરલાઈન્સ તો હવે જાતે જ ટૂર ઓપરેટર ની સેવાઓ આપી રહી છે... જો એમની મારફતે આખી ટૂર બુક કરી તો તો ઘણા બધા એર માઈલ્સ જમા થવા અવકાશ રહે છે.


અનુભવ ગાથા કહેતી વેબસાઈટ

જ્યારે આપણે સપરિવાર ક્યાંક ફરવા જતા હોઈએ... ખર્ચ કરવાના હોઈએ...તો અન્યો ના અનુભવો અને અભિપ્રાય લઈને જ જવું હિતાવહ છે.... કઈ હોટેલ માં ઉતરવું, કયા કયા જોવા ફરવા લાયક સ્થળો છે... ક્યાં સારું જમવા ખાવા પીવા નું મળે છે....વગેરે વગેરે...

એ જ રીતે ... આપણે આપણો પ્રવાસ નો અનુભવ એ વેબસાઈટ પર ફોટોગ્રાફ્સ સહીત સબમિટ કરીએ અને એના પણ એર માઈલ્સ જમા થાય.


સીમ સેવાઓ

જો આંતરરાષ્ટ્રીય યાત્રા હોય તો આંતરરાષ્ટ્રીય સીમકાર્ડ વાપરવું જરૂરી બને છે... અમુક સીમકાર્ડ્સ ના પણ એરલાઈન્સ સાથે ટાઈ અપ હોવાથી...એના વપરાશ કરતા જ એર માઈલ્સ જમા થવા શરુ થઈ જાય છે.

જેટલા વધુ એર માઈલ્સ જમા થયેલ હોય... તેટલી વધુ ...વ્યક્તિઓ કે એક વ્યક્તિ ની યાત્રા માટે થતી હવાઈ યાત્રા ની બચત....


....અને ઉપરાંત ... વિશ્વ ની ૨૫ થી પણ વધુ એરલાઈન્સ માં આ એર માઈલ્સ વાપરી શકાય છે... બોલો...છે ને કમાલ....





આ બધું મેળવવા કરવા નું કેટલું ???

સૌ પ્રથમ ...સાવ નીચે આપેલ વેબ લીંક ઉપર  ક્લિક કરી 'સાઈન અપ' કરો.... જે મફત છે...30 સેકન્ડ્સ કરતાં પણ ઓછો સમય લાગશે.

તમારો પ્રીવિલેજ નંબર જનરેટ થશે ...જે તમારું હંમેશ માટે નું લોગ ઈન આઈ.ડી. બની રહેશે.....અને એર માઈલ્સ પણ એ જ ખાતા માં જમા થશે....

સાથે સાથે સમગ્ર પરિવાર ના સભ્યો નું સાઈન અપ કરી 'માય ફેમિલી પ્લસ' માં ગ્રુપ બનાવો ... એટલે તમામ સભ્યો એકમેક ના જમા થયેલ એર માઈલ્સ જરૂરત મુજબ વાપરી શકે...

સાથે સાથે ક્રોમ બ્રાઉઝર માટે ‘સ્કાઉટ’ ડાઉનલોડ કરી લો.... એ તમે જ્યારે લેપટોપ કે પી.સી. પર ઈન્ટરનેટ કે ઓન લાઈન શોપિંગ કરી રહ્યા હશો ત્યારે પણ તમને આપો આપ જણાવશે કે એ વેબસાઈટ થી એર માઈલ્સ કમાઈ શકશો કે કેમ....

બધી જ ઉપર વર્ણવેલી લીન્ક્સ પણ ત્યાંજ આપેલ છે....

તો હવે... માઈલ્સ વાપરો ... રોકડા બચાવો... અને હવાઈ યાત્રા કરી સમય ...શક્તિ... સંવેદના ઓ... અને પૈસા બચાવો...

ટાઈમ ઈઝ મની  .... સાંભળ્યું જ હશે.

 અહીં થી FREE સાઇન અપ માટે આગળ વધો  ...અને વિશ્વની 25+ પાર્ટનર એર લાઇન્સ ની સેવાઓ નો આનંદ માણો...


ઉજ્જવલ વૈષ્ણવ
https://uvs.world

Click Hindi Version for Hindi Readers                                 Click English Version for English Readers


Enjoy Virtual Landing...


   




અંકશાસ્ત્ર ના જિજ્ઞાસુ મિત્રો માટે નો બ્લોગ...
કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન - #Numerology






Other Trending Topics




5 comments :

Unknown said...

Useful Info. Thanks.

Ujjaval* said...

Thank you so much...do sign up via given link.

MD said...

Really..unique tips

Ujjaval* said...

Thank you... pl share with your friends and family :)

MD said...

વાહ ઉપયોગી માહિતી..એ પણ હળવી મજેદાર શૈલીમાં આપી.

//