Click HERE for ENGLISH Version
Click HERE for HINDI Version
શું તમારા ઘરમાં એવા કોઈ વડીલ સભ્ય છે?
જો ક્ષમતા વધુ હોય તો ઘર માં ઇન-ડોર સિક્યોરીટી કેમેરા કે સી.સી.ટી.વી. કેમેરા પણ અચૂક રાખજો જે વિશ્વ ના ગમે તે ખૂણે થી મોબાઈલ પર જોઈ શકાય.
The Video In This Song...says all !!! Enjoy...
Click HERE for HINDI Version
મન અને માન સહ
મોંઘેરા આશીર્વાદ મળે છે,
જયારે અશક્ત વડિલને મદદ વણ કહે મળે છે.
જયારે અશક્ત વડિલને મદદ વણ કહે મળે છે.
એક હાલતુ-ચાલતું, સ્ફુર્તિ અને જીવનના જોમથી ભરપૂર શરીર અને મન સમય
જતાં અશક્ત, લાચાર,અસહાય, પથારીવશ બની જાય
એ દશા જેમણે અનુભવી હોય એ જ જાણતા હોય છે.
શું તમારા ઘરમાં એવા કોઈ વડીલ સભ્ય છે?
તો જરૂર જાણો
નાની, પણ કામની કેટલીક વાતો.
(૧) વડીલોને
સહેલાઈથી પહેરાય તેવા કપડાં, જેમાં નાડી, બટન કે ઈલાસ્ટીક સરળ હોય, ઉપરથી હાથ બાયમાં નાખવાને બદલે સળંગ વેલક્રો હોય, કપડાં ખૂલતાં પણ પડવાનો ભય ન રહે તેવાં હોય તો વડિલને
તેમ જ સેવા કરનારને સરળતા રહે.
(૨) જો પથારીવશ
હાલત હોય તો યોગ્ય જગ્યાએ યા
તો એમનો હાથ પહોંચે એમ એક બેલ રાખવી
(૩) દવા,નેપકીન,પાણી,સૂકો નાસ્તો,ચશ્મા,ચાર્જર,ચોપડીઓ, પપેર્સ કે અન્ય પસંદીદા વસ્તુ હાથવગી રાખવી.
(૪) દાંતનું
ચોકઠું,તેની સફાઈ,ચાદર ઓછાડ ની
ચોખ્ખાઈની સંભાળ રાખવી.
(૫) બાથરૂમમાં પડી
જવાના કિસ્સાઓ ઘણીવાર સાંભળ્યા હશે. એ શક્ય એટલા ટાળવા માટે બાથરૂમની કડી ઢીલી
રાખવી, બને તો બાથરૂમ માં બેલ રાખવી. અને બેસવા માટે નો
બોક્સ બેઠક અને ઉભા રહી શકાય તેવા આસપાસ હેન્ડલ રાખવા.
(૬) વડીલની
પસંદગીનાં કામ તેમને કરવા દેવાં, "તમને નહિ ફાવે "એવું ન બોલતાં, વિશ્વાસ રાખી તેમનું સ્વમાન જાળવવું. ક્યારેક તેમના
પ્રિયજનોને નોતરવા, તેમના ભૂતકાળના
સંસ્મરણોનું માન રાખવું. ફિલ્મ મુન્ના
ભાઈ એમ.બી.બી.એસ. માં બતાવ્યું છે એમ વડીલ ને ગમતી રમતો, ભલે નાદાન લાગે પણ તેમની
સાથે રમવી...એ તેમને નીરોગી અને આનંદ માં રાખશે.
“રાણી તો ?.. પપ્પા ની...”
જો તેમને થીયેટર માં પિક્ચર જોવા કે કોઈ સંગીત ની મહેફિલ કે નાટક જોવા કે પછી પરિવાર સાથે પીકનીક પર લઇ જતા હોવ અને તમારી ક્ષમતામાં હોય તો એડલ્ટ ડાયપર સાથે રાખવાથી તેમને સંકોચ માં આવવાનું નહિ બને અને તેઓ સન્માન થી ફરી યુવાન બની તમારી જેમ જ બધું માણી ને જીવન યાત્રા નો મહત્તમ આનંદ ઉઠાવી શકાશે.

આ નાની નાની કાળજીઓ એમને ખુબ શાતા અને સંતોષ આપે છે.
ઘણી વખત
યુવાન બાળકો અને તેમના જીવનસાથીઓ તેમના ભાગ-દોડ ભર્યા જીવન ને કારણે એ ભૂલી જાય છે
કે તેમની સાથે તેમને જીવન આપનાર, આ કદ સુધી પહોંચાડનાર અને નિઃસ્વાર્થ પ્રેમ
રાખનાર તેમના વડિલો... દર રોજ... એક પીગળતી જતી મીણબત્તીની જેમ જ અસ્તાચલ તરફ દોડી
રહ્યા છે... જો જો... ક્યારેય વિચાર – વાણી – વર્તન થી , આવેશ માં આવી જઈ ને ,
ઓફીસ કે વેપાર ની મૂંઝવણો ને કારણે એમનું હૃદય દ્રવી ઉઠે કે એમને પણ ભાગ – દોડ
કરવી પડે એવું ન થવા દેશો...
મદ મસ્ત યુવાની ની શિક્ષા, ઘડપણ ને મળે તે ન્યાય
નથી...
તોફાન થયું છે મધદરિયે ...સપડાય કિનારો શા માટે ???
...પણ હા... ઉપરોક્ત પંક્તિ વાંચી ને એમ પણ ન કહેતા “
મેં તો પહેલાં જ કહ્યું... તમે અહીં જ રહો... અમારી સાથે ન આવો “ ... વડીલો ને પણ
તમારા બાળકો જ માનો.
(૭) ઘણી વાર તેમની
પાસે પોતાના પૈસા નથી હોતા. "માંગી લેજો " તેમ સાંભળવા મળે છે. એને બદલે
એમની આર્થિક સ્વતંત્રતાની યોગ્ય જોગવાઈ કરી દેવી ઊચિત છે.
(૮) બાળાં-બુઢાં, બેય સરખાં. નવું નવું ખાવાના અભરખા નવેસરથી જાગે પણ પેટ, પથ્ય, પાચન સાથ ન આપે. થોડી મહેનત માંગી લે પણ ફરતું ફરતું સુપાચ્ય છતાં સ્વાદિષ્ટ ડાયેટ આપતાં રહેવું. આજકાલ તો થૂલી જેવી, દરદીઓ માટે ગણાતી વાનગીને પણ નવા સ્વાદ નવી સજાવટથી કેમ આપવી એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય જ છે. નહીં તો છેવટે આપસૂઝ તો છે જ.

(૯) કેટલીક સમસ્યાઓ
જો વડિલ પુરુષ હોય, વિધુર હોય ત્યારે જોવા મળે છે. ખાસ કરીને હાથ
પગના નખ વધી જાય ,દાઢી વધી જાય ,ચશ્માં તૂટી જાય, ક્યારેક કોઈ
સંજોગમાં પથારી બગડી જાય,વસ્તુ ભુલાઈ જાય કે એકલતા મજબૂરી એમને વિના કારણ રડાવે કે ચિડિયા જીદ્દી કરી મૂકે તેમ
પણ બને. આમ અવસ્થા નિરાશ કરે. ધીરજથી કામ લેવું કેમકે આપણા બાળપણમાં એમણે ધીરજથી જ
કામ લઈ આપણને ઝેલ્યા હશે અને અત્યારે પણ આપણા વિચાર વર્તનને ઝેલી જ રહ્યા હોય, કોને ખબર!
(૧૦) કોઈ વાર એકની
એક વાત વારંવાર પૂછે, સામેની વ્યક્તિ
અકળાઈ જાય તેથી એકબીજાની માનહાનીના પ્રશ્નો સર્જાય.એ વખતે ફરી એ જ મંત્ર - શાંતિ
અને ધૈર્ય. વૃધ્ધાવસ્થા દરમ્યાન અસલામતી ન અનુભવાય તે માટે વૃદ્ધ અને યુવાન બંનેએ
સમજણ કેળવવી જોઈએ.
(૧૧) દરેક
વ્યક્તિની અંદર એક બાળક હોય જ છે પરંતુ વૃધ્ધાવસ્થામાં સુપ્તવલણો જાગૃત થાય છે.
ઘણીવાર દાંત જાય એ પહેલાં ‘સ્વાદ માણવાની’ તીવ્ર ઈચ્છા થાય છે. ચોકઠું આવ્યા બાદ
... થયેલ શારીરિક ફેરફાર વ્યક્તિ સ્વીકારી શકતો નથી. મોતિયાની, દાંત જવાની
પ્રક્રિયા, બહેરાશ આ બધી જ અવસ્થા તેને ખુબ મૂંઝવે છે, અલબત્ત ... ડહાપણ અને જ્ઞાન
હોય જ છે કે, એક દિવસ આવી અવસ્થા આવશે પણ વાસ્તવિકતા મન સ્વીકારતું નથી.
વળી પોતાની
યુવાવસ્થા દરમ્યાન માધ્યમ વર્ગીય માણસે પોતાના માતા-પિતા અને સંતાનો ને માટે ઘણું
જતું કર્યું હોય છે. જેમ કે સ્વાદ, શોખ, એકાંતમાં મહાલવાનો સમય જવાબદારી વિનાનો
નિજાનંદ અને તેથી તે જ્યારે વૃદ્ધ બને છે ત્યારે જીવન ની અસંતુષ્ટીની અસર સ્વભાવ
ઉપર થાય છે. વ્યક્તિને બુઢાપો નહીં...મજબૂરી નડે છે.
તેથી જ “કકડ-બકડ”
જુનવાણી પણ મધુર શબ્દ છે. તેવું કંઇક વારંવાર તબિયત મુજબ ધરતા રહેવું. વાડકી મમરા,
ચપટી સેવ, થોડા સક્કરપારા, ચમચો ગોળનો શીરો, ટુકડો ગોળપાપડી અને મારા મત મુજબ
નિરીક્ષણ મુજબ “ચોકલેટ-પીપર” ... કારણ કે એ લગભગ વડીલો ની પ્રિય ચીજ હોય છે.
(૧૨) મોબાઈલમાં એક એવું બટન રાખવું જેનાથી તત્કાલ સમય
દરમ્યાન એક બટન દબાવવાથી પોતાના દસેક સ્વજન ને તુરત જ જાણકારી થાય કે વડીલ ને
તત્કાલ મદદ ની આવશ્યકતા છે. આજ ના યુગ માં વોટ્સએપ કે ટેલિગ્રામ કે ફેસબુક જેવા
માધ્યમો થી ખાસ કરીને વોઈસ મેસેજિંગ અને ગ્રુપ મેસેજિંગ શક્ય છે તેથી કોશિશ કરવી
કે તમારા વડીલ પાસે પણ તમારા જેવો જ સ્માર્ટ મોબાઈલ ફોન હોય અને તમે તેમને તે
વાપરતાં શીખવ્યું હોય...જે રીતે તેમણે તમને એ, બી, સી, ડી... શીખવેલ... તે જ રીતે
હોં...
તેમને યુ ટ્યુબ, ફેસબુક વગેરે શીખવવા થી તેમની એજિંગ પ્રોસેસ એટલે કે ઉમર વધવા ની પ્રક્રિયા પણ ધીમી પડી જશે. વિજ્ઞાન પણ કહે છે કે મગજ ના નિષ્ક્રિય બનતા જતા કોષો ને નવું નવું શીખતા જતા રહી ને વ્યાયામ આપવાથી તેઓ લાંબા સમય સુધી કાર્યરત રહે છે.

જો આર્થિક સધ્ધરતા હોય તો તેમને અલગ થી એક ટી.વી. ની વ્યવસ્થા પણ કરી આપજો. જે ઘર માં સંભવ ઘણા બધા વૈચારિક ભેદો ને ઉગતાં પહેલાં જ ડામી દેશે.
આજકાલ તો વાંચન નો શોખ હોય તેવા વડીલો માટે મોબાઇલમાં પુસ્તકો 'સંભાળી શકાય' તેવી સુવિધાઓ પણ છે! ૩૦ દિવસ માટે મફત અનુભવ લેવા નીચે 'ઓડીબલ' પર ક્લિક કરો.
જો ક્ષમતા વધુ હોય તો ઘર માં ઇન-ડોર સિક્યોરીટી કેમેરા કે સી.સી.ટી.વી. કેમેરા પણ અચૂક રાખજો જે વિશ્વ ના ગમે તે ખૂણે થી મોબાઈલ પર જોઈ શકાય.
(૧૩) જીવન ની અસલામતી તેમની પાસે ઘણું પ્રિય-અપ્રિય
બોલાવે છે. જો સેવા કરનાર નું હૃદય કરુણા અને પ્રેમ થી ભર્યું હશે તો, બાળસહજ
સમજીને ગમા-અણગમા ન તો શબ્દોમાં કે ન તો હાવભાવમાં વ્યક્ત કરવા. આ કૃત્ય પરમ શાંતિ
નો અનુભવ કરાવવા પુરતું છે.
(૧૪) પ્રસંગોપાત વડીલો ની હાજરી હોવી શુભ છે પણ તેમની
ઈચ્છા અને પરિસ્થિતિઓ સામે દુરાગ્રહ રાખી ...એમને શામેલ કરવા ‘જ’ એ યોગ્ય ન ગણાય. એ જ રીતે... જે ઘરમાં વડીલ હોય અને / અથવા ૩ વર્ષ થી નાનું બાળક હોય તેમને મળવા જવાનું હોય તો સંપર્ક કર્યા વગર અને તેમનો સમય લીધા વગર જવું આ યુગ માં અયોગ્ય ગણાય.
(૧૫) વડીલો પાસે હંમેશ આઈ.ડી. - ઓળખ માટે સરકારી ઓળખપત્રો અપડેટેડ હોવા જરૂરી છે. એવી એક ડાયરી પણ હોવી જોઈએ કે જેમાં શરીર પર ના તલ- મસા કે ચિહ્નો ની, કોઈ ખાસ રોગ હોય તો તેની માહિતી હોય. હવે તો એવા સ્માર્ટ પેંડન્ટ પણ નીકળ્યા છે કે જે દૂર બેસી ને પણ વડીલ ક્યાં છે તે તમારા સ્માર્ટ ફોન પર નકશામાં બતાવે. અલ્ઝાઈમરની માંદગી વાળા વડીલ ના સંતાનો ને માટે ખાસ આસાન બની રહે.
ટોર્ચ પણ એક નાની એવી પણ કામ આવે એવી વસ્તુ છે જે અડધી રાત્રે શિથિલ થઇ ગયેલ બ્લેડર દોડાવે ત્યારે કે કોઈ ચમકદાર કીમતી પણ નાની વસ્તુ કે દવા ની ગોળી પડી ને ખોવાઈ ગઈ હોય ત્યારે અંધારું કરીને શોધવામાં કામ આવી શકે છે.
જે વડીલો ને અશક્તિ કે બિમારી ને કારણે બોલવા નો થાક લાગતો હોય તેમને લખી - ભૂંસી ને ફરી લખી શકાય એવી બાળકો ને આપવામાં આવતી મેજિક સ્લેટ પણ આપી શકાય. એમને કામ આવે કે ના આવે પણ એટલો એહસાસ ચોક્કસ થશે કે 'મારા માટે આટલું બધું કર્યું !'
પોલીસ વિભાગ વડે વરિષ્ઠો માટે આપેલ ખાસ નમ્બર ૧૦૯૦ પણ વડીલો પાસે હોવો જોઈએ.
(૧૬) આપે આપેલ બક્ષિસ ની રકમ વડીલો ની જમા પૂંજી બેંક બની રહે છે. તેઓ પૌત્ર કે પૌત્રી ને કે ક્યાંક દાન પેટે પણ આપી શકે છે. તેથી સંજોગ અને જરૂરત મુજબ અન્ય વસ્તુ ની સરખામણી એ મૂડી શુભેચ્છા સ્વરૂપે આપવી ઉચિત છે.
જેમ કે ઉદાહરણ રૂપે, એક શ્રીમાન મને રૂ.૫૦૦ દિવાળી કે જન્મદિન ની ભેટ સ્વરૂપે આપે છે ...જે નવા વર્ષે હું મારા દોહિત્ર ને રૂ.૨૦૧ શુકન ના આપું છું. ભાઈબીજે મારો ભાઈ આવે છે ને હું તેને વધામણી ના રૂ.૨૦૦ આપું છું. જે બચેલ પૂંજી છે તે હું મકર સંક્રાંતિ એ ચીક્કી લઇ ને પરિવાર માં વહેંચવા માં વાપરું છું.
આ રીતે પૈસા નું રૂપાંતર પ્રેમ ની શુભેચ્છા માં થયું. અહી પૈસા વડીલ ને માટે ભૌતિક સમૃદ્ધિ નહિ પણ ' મેં પણ કંઇક કર્યું ' એ ભાવાર્થ માટે છે જેના થી તેમને આત્મ સંતોષ મળે છે.
કોઈ ઋણાનુબંધથી જ વ્યક્તિ સંબંધ થી બંધાય છે. સહુને આ યાત્રા કરવાની છે તો જીવન પથ અરસપરસ સમજ અને સંસ્કારથી કેમ ન શોભાવીએ?

આ બધું અભ્યાસક્રમ ની ચોપડીઓમાં નથી આવતું. મનમાં કરુણા
જરૂરી છે.વૃદ્ધની આત્મિયતાભરી સંભાળ મૂંગા આશીર્વાદ છે. બીજા કોઈ દાનપૂજાની જરૂર
નથી .
વડીલોનું સ્વમાન
સચવાશે, આનંદ માં રહેશે તો આપોઆપ વ્યક્તિ ખુદ સચવાશે. સહુને આવા દિવસ આવી શકે તે યાદ રાખીએ તો આપોઆપ
આ આચાર સંહિતા ઊપરાંત, જાતે જ આવી મદદરૂપ અનેક વાતો સૂઝી પણ આવશે અને આપોઆપ અમલમાં પણ
મૂકાતી થઈ જશે.... અને હા ... અહિ કવિ કલાપી ની બે પંક્તિઓ જીવન નો
સાર આપે છે અને દરેક અ-વૃદ્ધ હયાતિઓ ને શિસ્ત માં રહેવા કહે છે...
"પીપળ પાન ખરન્તતા, હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વિતશે, ધીરો બાપુડિયા..."
મુજ વીતી તુજ વિતશે, ધીરો બાપુડિયા..."
સમજ્યા ???
Click HERE for HINDI Version
અન્ય બ્લોગ પોસ્ટ્સ
- #PaneerRecipes Cook and Earn...In Hindi / Gujarati / English
- નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા!
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
કોરોના - એક પડકાર - #GuestPost by Manisha Vaishnav
શિયાળાના સુપર હીરો - #GuestPost by Manisha Vaishnav
- મુંબઈ ઇન્ડિયન્સ ની IPL મેચો અને GoIBIBO એપ વડે હોટેલ બુકિંગ માં જંગી બચત
- ઓનલાઈન વેપારથી બનો વિશ્વ માનવ
- કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન
- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
The Video In This Song...says all !!! Enjoy...
My YouTube Channel
3 comments :
ખૂબ પ્રેરણાદાયી મુદ્દાઓ.વાહ
Wonderful 👍🏼👍🏼👍🏼
Thank you very much.. conveyed
Post a Comment