મિત્રો, આ બ્લોગ પોસ્ટ મારા વર્તુળમાં બનેલ કેટલાક રસપ્રદ કિસ્સાઓમાંના એક કિસ્સા બાબતે છે જે આપણને બધાને નાનો મોટો ફાયદો કરશે એમ મારું માનવું છે.
આજથી કેટલાક વર્ષો પહેલાં સુધી ખાતામાં તાબડતોબ 10 લાખ કમાઇને ઉમેરવાનું સહેલું ન હતું પણ હવે ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન અને ડીજીટલ ક્રાંતિને કારણે પલક ઝપકતાં જ બધું સંભવ બન્યું છે.
તમો ભણી ગણીને નૉકરી કે વ્યવસાય કરી રહ્યા હશો કે એ કરનારના જીવનસાથી હશો.
સૌ પ્રથમ તો તમારા કરોડપતિ બનવાની રાહમાં વ્યવધાન ઊભા કરે તેવા શત્રુઓને ઓળખો...
શત્રુ નંબર 1 :- સ્વયંના એવા વિચારો કે ‘આ આપણા કામ નહિ’ કે ‘મારા નસીબમાં કરોડપતિ બનવાનું ક્યાંથી હોય ?’
શત્રુ નંબર 2 :- Jio વાળા આટલા સસ્તામાં રોજ ના 2 GB ડેટા આપતા હોય તો હું કોમેડી શો.... વેબ સીરીઝ... ને વીડીયો ગેમ્સમાં જ વાપરી નાખીશ. સમય પણ એમ જ વિતાવી દઈશ. નવું કંઈ ‘શીખવા’ માં આ બધું વપરાય નહીં !
શત્રુ નંબર 3 :- ‘ દેખાડી દઉં ‘... નવી ગાડી લઈને... લેટેસ્ટ ટ્રેન્ડના કપડાં પહેરીને... ફૉરેન ટ્રીપ્સ મારીને... લગ્ન તો ફિલ્મો જેવા જ ભપકાદાર હોવા જોઈએ... મૉબાઈલ ? એ તો લેટેસ્ટ જ હોવો જોઈએ.... ભલે પછી ક્રેડીટ કાર્ડમાંથી ધુમાડા નીકળવા માંડે કે લોન લેવી પડે !
ટીપે ટીપે સરોવર ભરાય
કાંકરે કાંકરે પાળ બંધાય
તણખલે તણખલે માળા બંધાય......
...... પણ.એ જ રીતે બધું ખાલી પણ થઈ જાય ! એટલે બરાબર શીખી ને આગળ વધી શકાય !
ભારતમાં બેન્કિન્ગની સમજ ધરાવતી મોટા ભાગની પ્રજા રોકાણ માટે ફિક્સ્ડ ડીપોઝીટ (FD) ને જ પ્રાથમિકતા આપે છે. નિયત સમયે ચોક્કસ વ્યાજ સાથે વળતર મળે છે અને મુદ્દલ પણ સુરક્ષિત રહે છે. પણ આમ જુઓ તો ફૂગાવો બાદ કરતાં 6 – 6.5 % જેટલું જ વ્યાજ પ્રતિવર્ષ ઉમેરાય છે. હવે ભારતની પ્રવર્તમાન અર્થ વ્યવસ્થા જોઈએ તો ઓછામાં ઓછા 15% પ્રતિવર્ષ વ્યાજ મળે તો જ આપણી મૂડી સમય સાથે ઘસાતી નથી. જે FD માં અશક્ય છે.
એવી જ એક FD ની મદદ થી અમારા એક મિત્ર મિલિયનેર બની ગયા !
પંદરેક વર્ષ ખાનગી સંસ્થામાં નોકરીઓ કર્યા બાદ જીવનના સમયનું મૂલ્ય સમજ્યા અને બે વર્ષો પહેલાં ફ્રીલાન્સ શરુ કર્યું ...
1. ઑડિયો ફાઈલ માં જે સંભળાય એને ટાઈપ કરી દસ્તાવેજ બનાવવા (Transcription)
2. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષાંતરો કરવા (Translation)
ઘેર બેઠાં... ! કમાણી ક્યારેક રુપિયામાં, ક્યારેક ડૉલરમાં, ક્યારેક યુરો કે ક્યારેક પાઉન્ડમાં ... !
એ કમાણીની એક અલગથી રુ. 6,00,000 ની FD રાખી હતી. એવામાં ગયા વર્ષે ઑક્ટોબર ’19 માં એક નવો શેર રુપિયા 320 આસપાસ ના પ્રતિ શેર ના ભાવે બહાર પડવાનો છે એવો એમની બેન્કમાંથી ઈ-મેલ આવ્યો.
મોનોપૉલી વાળી સંસ્થા.... સરકારનો ટેકો 100%... તેમણે અરજી કરી.... શેર ન મળ્યા ... શેર લીસ્ટ થવાના દિવસ પહેલાં જ સમાચાર આવ્યા કે શેરને 112 ગણી અરજીઓ મળી છે. શેર 112 ગણો ઑવર સબસ્ક્રાઈબ થયો. એમને આશા જાગી !
હવે ... દરેકના જીવનમાં ...એક પળ એવી આવે છે કે જે ‘કરેન્ગે યા મરેન્ગે’ જેવી હોય છે. ‘આર યા પાર’ જેવી... અને શેર માર્કેટ જોખમી પણ ખરું ! પણ ‘અવસર ચૂક્યા મેહૂલા’ ... શેર લીસ્ટ થવાને દિવસો હતા ત્યારે એમણે ડી-મેટ ખાતાને જોડાયેલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલૉડ કરી શીખી – સમજી લીધું.
2જી નવેમ્બર 2019 નાં રોજ બજારમાં શેર બમણાં ભાવે લિસ્ટ થયો અને તરત જ તેમણે મોબાઈલ એપ પર ‘Buy’ વિકલ્પ પર ક્લીક કરી 1000 શેર ખરીદવાનો ઑર્ડર મુકી દીધો. બ્રોકરને ઑનલાઈન ચૂકવણી કરવા માટે એમની પાસે બે દિવસોનો સમય હતો. એમણે નક્કી કર્યું હતું કે શેરનો ભાવ જો 75 રુપિયા જેટલો નીચે ઊતરશે તો શેરોને તે એપ વડે તરત જ વેંચી દઈશ.
‘ડરના ઝરુરી હૈ’ ... પણ નિષ્ણાંતોના અભિપ્રાયો મુજબ શેરનો ભાવ વધ્યો અને 720 આસપાસ બજાર સાથે બંદ થયો. પહેલા જ દિવસે 7 કલાકોમાં જ એમનું 6,25,000 નું રોકાણ 7,20,000 થઈ ગયું !!! મિત્રના મન માં ‘હાશ’ થઈ ! બીજા દિવસે બ્રૉકરને ઑનલાઈન એપમાંથી 6,25,000 + અન્ય જેટલી રકમ ટ્રાન્સ્ફર કરી દીધી.
મન માં ડર અને રંજ બંને હતા એટલે રોજ ડી-મેટ એપમાં 9:15 AM થી 3:30 PM ચાંપતી નજર રાખે.
ડિસેમ્બર 2019 ના અંત સુધીમાં તેમણે રોકેલ 6,25,000 લગભગ 9,50,000 થઈ ગયા !
બજેટની ચઢાવ-ઊતાર બાદ 25 ફેબ્રુઆરી ’20 ના રોજ શેર રુ. 1995 થઈ ગયો.
એમના રોકાણનું મૂલ્ય ત્રણ ગણાંથીય વધુ થઈ ગયું. પણ માનવ સહજ ડર ને કારણે એમણે એપ પર ‘Sell’ પર ક્લીક કરી બધા શેર વેંચી નાંખ્યા.
નવેમ્બર ’19 માં રોકેલા 6,25,000 ફેબ્રુઆરી ’20 માં 19,95,000 થઈ ગયા !!! રુ. 13,70,000 નો નફો !!
ડબલ મીલિયનેર !! ચાર જ મહિનાઓમાં !
માહિતગાર રહી સમજણપૂર્વક કરેલું રોકાણ સફળ થયું. ભલે તેમાંથી કર કપાત પણ થવા પાત્ર હતું.
ફરી નિરાંત અનુભવી તેઓ તેમના ફ્રીલાન્સ કામ માં લાગી ગયા. FD 19,00,000 ની કરી (વિભાજનોમાં). પણ પેલા એપ પર નજર રાખવાનું પણ ચાલુ રાખેલું.
નસીબ... કોરોના લૉકડાઉન આવ્યું ... 26 માર્ચ ’20 ના રોજ શેર ફરી ઊતર્યો ... રુ. 775 નો થયો ...
એમણે તરત જ એપ પર 1000 શેર ખરીદી લીધા. ફરી FD તોડી 7,75,000 નું રોકાણ એમ વિચારીને કર્યું કે ભલે ચાર-પાંચ મહિના થાય, લૉકડાઉન ખુલશે...બધું ફરી શરુ થશે અને શેર ઊંચકાશે જ !
કુદરતે (અથવા ઑપરેટરો એ) કમાલ કર્યો અને 21 એપ્રિલ ’20 ના રોજ શેર રુ.1484 નો થઈ ગયો...
એમણે વૉરેન બફેની ઊક્તિ યાદ કરી “ લોકો ડર અનુભવે ત્યારે લોભી બનો અને જ્યારે લોકો લોભી બને ત્યારે ડરપોક બનો “ અને પેલા એપ પર ‘Sell’ બટન દબાવી બધા જ શેર ફરી વેંચી નાંખ્યા !
7,75,000 નું રોકાણ... 25 દિવસોમાં જ ફરી 14,84,000 થઈ ગયું ! નફો 7,09,000 !
આમ, નવેમ્બર ’19 થી એપ્રિલ ’20 ... ફક્ત 5 જ મહિનાઓમાં સમજણ થી કરેલ રોકાણ અને એપ ની ટેક્નોલોજી વડે સમયસર નિર્ણયો લઈ ને રૂ. 20,79,000 ખિસ્સામાં ભરી લીધા. (વીસ લાખ ઓગણાશી હજાર)
તમને... તક ગુમાવવાની લાગણી થઈ ? .... મને પણ થયેલી.
આશા જન્મી ? ..... મને પણ જન્મી.
સવાલ થયો કે આ ક્યો શેર છે ???
વેલ, જાણકારો ઑક્ટોબર ’19 અને રુ. 320/- ના ભાવ થી જ સમજી ગયા હશે ... આ શેર છે IRCTC ... રેલ્વે નો એક્કો ! મૉનોપોલી... કોઈ સ્પર્ધા જ નહિ !
તો તમે પણ કરોડપતિ બનો... એપ ડાઉનલૉડ કરી યા હૉમ કરો... લૉકડાઉન ખુલશે... ટ્રેનો દોડશે.. એ પહેલાં જ આ શેર ના ભાવ ઊંચકાઈ જશે.
ભલે એક સાથે નહિ, થોડા થાડા ખરીદીને જમા કરો.... કેમ કે...તકો ઘણી છે મંદીમાં...
આ તો ટૂંકા ગાળા ની વાત થઇ... એક જ વાર કરેલ રોકાણથી કેવો સપાટો બોલ્યો એ અહીં વાંચવાનું ચૂકશો નહિ ! ખાસ કરીને નવો મોબાઈલ કે ગાડી ફક્ત શોખ માટે લેતા પહેલાં ચોક્કસ વાંચો
રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
એટલે જ... ધન ને ગમે ત્યાં વાપરી નાખવા ને બદલે યોગ્ય વળતર આપે એ જગ્યા પર વાપરવું હિતાવહ ગણાય.
રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
એટલે જ... ધન ને ગમે ત્યાં વાપરી નાખવા ને બદલે યોગ્ય વળતર આપે એ જગ્યા પર વાપરવું હિતાવહ ગણાય.
ભલે થોડું થોડું ... પણ રોકાણ કરો :)
ટીપે ટીપે સરોવર ભરાય
કાંકરે કાંકરે પાળ બંધાય
તણખલે તણખલે માળા બંધાય... અને
સીપ સીપ કરીને કરૉડપતિ બનાય !!!
(સીપ = S.I.P. = Systematic Investment Plan)
તો અત્યારે જ ડી-મેટ ખાતું ખોલો...અને નાના રોકાણ થી શરુ કરો !
ટીપે ટીપે સરોવર ભરાય
કાંકરે કાંકરે પાળ બંધાય
તણખલે તણખલે માળા બંધાય... અને
સીપ સીપ કરીને કરૉડપતિ બનાય !!!
(સીપ = S.I.P. = Systematic Investment Plan)
તો અત્યારે જ ડી-મેટ ખાતું ખોલો...અને નાના રોકાણ થી શરુ કરો !
ચાલો... આવજો !
ઉજ્જવલ વૈષ્ણવ
નાની-નાની લોન આપી ૧૧% થી ૧૩% વ્યાજ મેળવો
- શું તમારા ઘરમાં વડીલો છે ? - #GuestPost by Manisha Vaishnav
- લેટેસ્ટ મોબાઈલ
- વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav
- કોરોના - એક પડકાર - #GuestPost by Manisha Vaishnav
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
- રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
- નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા!
- ઓનલાઈન વેપાર થી બનો વિશ્વ માનવ
- #IPL2019 જુઓ અને GoIbibo ની મદદથી વેકેશન બુકિંગ પર ભવ્ય ડિસ્કાઉન્ટ મેળવો
- કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન - #Numerology
- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
- What we CAN'T SEE !
No comments :
Post a Comment