રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !

મિત્રો, કોઈના શરુ થયેલ કે સફળતા પૂર્વક ચાલી રહેલ વેપારમાં નાનું રોકાણ કરી, નાના હિસ્સાના ભાગીદાર બની રહેવાનો જાદૂ જોઈએ!
 બે દિગ્ગજ કંપનીઓ ના દ્રષ્ટાંત વડે સમજીએ... ધન ના યોગ્ય ઉપયોગ નું મહત્વ અને ફાયદાઓ...
કેટલીકવાર કંપનીઓ તેના શેરહોલ્ડરોને કોર્પોરેટ એક્શન્સ દ્વારા લાભ પ્રદાન કરે છે. તે રીતે પોતાના નફા નો હિસ્સો પણ આપે અને નવા રોકાણકારોને પણ આકર્ષે છે. તેઓ તમારી પાસેના શેર્સ માટે બોનસ શેર પ્રદાન કરી શકે, તેઓ સ્ટોક સ્પ્લીટ / વિભાજન કરી શકે જ્યાં મોટા ફેસ વેલ્યુનો શેર, નાના ફેસ વેલ્યુના શેરમાં વહેંચાઈ જાય; પરંતુ શેરની સંખ્યા વધે.
Wipro 1980-2020 ના તેના ઇતિહાસમાં આવા વિવિધ બોનસ અને સ્ટોક સ્પ્લીટ / સ્ટોક વિભાજન કર્યા છે. ચાલો હવે જુદા જુદા કોર્પોરેટ એક્શન્સ વડે સમયાંતરે શેરોની સંખ્યામાં કેવી વૃદ્ધિ થઈ તે જોઈએ.
1971 ના 1:3 બોનસ ને ગણતરીમાં લેતા નથી. (3 ઉપર 1 શેર)
ચાલો ફક્ત ધારીએ, કે તમે વર્ષ 1980 માં 100 ની કિંમત પર Wipro ના 100 શેર ખરીદ્યા હતા. કુલ રોકાણ: રૂ. 10,000. ધારીએ કે તમે તેને બિલકુલ સ્પર્શતા નથીકોઈ પ્રોફિટ બુકિંગ નથી કરતા અથવા વધારે શેર્સ ખરીદતા નથી. રૂ.૧૦,૦૦૦ નું રોકાણ કરી, ભૂલી ગયા...એમ માનો 
Wipro રોકાણ વૃદ્ધિ
વર્ષ
એક્શન
શેર ની સંખ્યા
ફેસ વેલ્યુ
1980
શરૂઆત નું રોકાણ
100
Rs. 100
1981
1:1 બોનસ
200
Rs. 100
1985
1:1 બોનસ
400
Rs. 100
1986
સ્ટોક વિભાજન FV Rs.10
4,000
Rs. 10
1987
1:1 બોનસ
8,000
Rs. 10
1989
1:1 બોનસ
16,000
Rs. 10
1992
1:1 બોનસ
32,000
Rs. 10
1995
1:1 બોનસ
64,000
Rs. 10
1997
2:1 બોનસ
1,92,000
Rs. 10
1999
સ્ટોક વિભાજન FV Rs.2
9,60,000
Rs. 2
2004
2:1 બોનસ
28,80,000
Rs. 2
2005
1:1 બોનસ
57,60,000
Rs. 2
2010
2:3 બોનસ
96,00,000
Rs. 2
2017
1:1 બોનસ
1,92,00,000
Rs. 2
2019
1:3 બોનસ
2,56,00,000
         Rs. 2




2019 ના વર્ષ બાદ, બોનસ આપ્યા કે સ્ટોક સ્પ્લીટ કરવામાં આવ્યા નથી.પણ શરૂઆત નું Rs.10,000 (100 શેર્સ) નું રોકાણ તમામ બોનસ અને સ્ટોક સ્પ્લીટને કારણે તમને કંપનીના  2,56,00,000 શેર્સના માલિક બનાવી ગયું !
11th May 2020 નાં રોજ Wipro ના શેર નો ભાવ Rs. 184.7  છે. તે પણ વૈશ્વિક મંદીને લીધે.
આથી... તમારી પાસે કેટલું મૂલ્ય થયું?
Rs. 184.7  × 2,56,00,000  = Rs.472,83,20,000 લગભગ Rs.472 કરોડ !

આટલી વાતે પતતું નથી ! દર વર્ષે Wipro તેના શેર ધારકો ને શેર દીઠ ડિવિડન્ડ પણ ચૂકવે છે.

ઉદાહરણ તરીકે, ગયા વર્ષે 2019, કંપનીએ ડિવિડન્ડ તરીકે શેર દીઠ રૂ.1 ની જાહેરાત કરી. તેથી તમે ઉપરોક્ત શેરોના ધારક હોવાને કારણે રૂ. 2 કરોડ 56 લાખ વાર્ષિક ડિવિડન્ડ તરીકે મેળવ્યા. એમ આ તમામ વર્ષો ની ડિવિડન્ડ આવકની ગણતરી કરી લો !!!

( હવે રૂ. 10 લાખથી ઉપરના કોઈપણ એકંદર ડિવિડન્ડ પર 10% કર લાદવામાં આવે છે.)






( હવે રૂ. 10 લાખથી ઉપરના કોઈપણ એકંદર ડિવિડન્ડ પર 10% કર લાદવામાં આવે છે.)


એ જ રીતે Infosys ને જોઈએ ...

ધારો કે તમે Infosys માં 1993 માં લગભગ રૂ. 10,000* નું રોકાણ કરી કંપનીના 100 શેર્સ મેળવ્યા હોત. (* ગણતરી ની સરળતા માટે રૂ.9500 નથી લેતા. )
વર્ષ
એક્શન
શેર ની સંખ્યા
ફેસ વેલ્યુ

1993
શરૂઆત નું રોકાણ
100
10

1994
1 : 1 બોનસ
200
10

1997
1 : 1 બોનસ
400
10

1999
1 : 1 બોનસ
800
10

2000
2 : 1 વિભાજન FV Rs.5
1,600
5

2004
3 : 1 બોનસ
6,400
5

2006
1 : 1 બોનસ
12,800
5

2014
1 : 1 બોનસ
25,600
5

2015
1 : 1 બોનસ
51,200
5

2018
1 : 1 બોનસ
1,02,400
5



આજે 11th May, 2020 નાં રોજ આ શેર નો ભાવ છે રૂ.682.75 પ્રતિ શેર. એટલે કે તમે રૂ. 6.99 કરોડ ના માલિક છો !


આટલી વાતે પતતું નથી ! દર વર્ષે
Infosys તેના શેર ધારકો ને શેર દીઠ ડિવિડન્ડ પણ ચૂકવે છે.

ઉદાહરણ તરીકે, ગયા વર્ષે 2019 માં, Infosysડિવિડન્ડ તરીકે ત્રણ ભાગ માં મળી ને શેર દીઠ કુલ રૂ. 22.5 ની જાહેરાત કરી. તેથી તમે ઉપરોક્ત શેરોના ધારક હોવાને કારણે રૂ. 23 લાખ 04 હજાર વાર્ષિક ડિવિડન્ડ તરીકે મેળવ્યા. એમ આ તમામ વર્ષો ની ડિવિડન્ડ આવકની ગણતરી કરી લો !!!

( હવે રૂ.10 લાખથી ઉપરના કોઈપણ એકંદર ડિવિડન્ડ પર 10% કર લાદવામાં આવે છે.)

આ તો લાંબા ગાળા ની વાત થઇ...છ મહિના માં જ કેવો સપાટો બોલ્યો એ અહીં વાંચવાનું ચૂકશો નહિ ! હા... મને પણ બનવું છે... કરૉડપતિ !!! "



એટલે જ... ધન ને ગમે ત્યાં વાપરી નાખવા ને બદલે યોગ્ય વળતર આપે એ જગ્યા પર વાપરવું હિતાવહ ગણાય. 

ભલે થોડું થોડું ... પણ રોકાણ કરો :) 

ટીપે ટીપે સરોવર ભરાય
કાંકરે કાંકરે પાળ બંધાય
તણખલે તણખલે માળા બંધાય... અને
સીપ સીપ કરીને કરૉડપતિ બનાય !!!

(સીપ = S.I.P. = Systematic Investment Plan) 

તો અત્યારે જ ડી-મેટ ખાતું ખોલો...અને નાના રોકાણ થી શરુ કરો !
 













ચાલો... આવજો !


ઉજ્જવલ વૈષ્ણવ





નાની-નાની લોન આપી ૧૧% થી ૧૩% વ્યાજ મેળવો 

TradeCred












મારી અન્ય બ્લોગ પોસ્ટ

  • #IPL2019 જુઓ અને GoIbibo ની મદદથી વેકેશન બુકિંગ પર ભવ્ય ડિસ્કાઉન્ટ મેળવો
  • કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન - #Numerology
  • પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
  • શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
  • What we CAN'T SEE !


  • My YouTube Channel










    No comments :

    //