મારી રોકાણ કરેલી રકમ ક્યારે બમણી થશે?

English readers Click Here

Hindi readers Click Here


મારી રોકાણ કરેલી રકમ ક્યારે બમણી થશે?

આ જીવનપ્રવાસના અંતના ડર પહેલા આપણે બધા 1 વસ્તુથી ડરીએ છીએ... તે છે 'મોંઘવારી'. નહીં કે? અને આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી મહેનતની કમાણી એક ચમત્કારની જેમ ડબલ થાય!

બહુ સરળ ગણિત છે.

'72નો નિયમ' લાગુ કરો!

તમને તમારા રોકાણ પર જે વાર્ષિક વ્યાજ મળશે તેના દર દ્વારા 72 ને વિભાજિત કરો. પરિણામ તમારા રોકાણના બમણા થવાના વર્ષોની સંખ્યા હશે.

જો તમને દર વર્ષે 9% વ્યાજ/વળતર મળી રહ્યું છે, તો 72 ને 9 વડે વિભાજિત કરો. તેથી 8 વર્ષમાં તમારા રોકાણ કરેલા નાણા બમણા થઈ જશે! (કર કપાત પહેલાં)

જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ પ્રતિવર્ષ સતત 24% વળતર આપે છે ... અને અનુમાનિત રીતે તે ભવિષ્યમાં પણ તે જ વળતર આપતું રહે છે, તો 72 ના નિયમ મુજબ તમારા રોકાણ કરેલા નાણાં 3 વર્ષમાં બમણા થઈ જશે! (કર કપાત પહેલાં)

તમે અહીં મ્યુચ્યુઅલ ફંડની શોધખોળ અને તુલના કરી શકો છો. જો કોઈ રોકાણો કરેલા હોય તો તેને એક છત નીચે જોઈ હકો છો અને 'રેગ્યુલર' શબ્દ લખેલ હોય તેવા રોકાણને 'ડાયરેક્ટ'માં અહીં થી સ્વીચ કરી અને કમીશન પેટે આપવી પડતી રકમને બચાવી કો છો! જ્યારે s.i.p.ની જેમ રોકાણ સામયિક હોય ત્યારે 128 નો નિયમ લાગુ કરવામાં આવે છે.

આશા છે કે હવે તમને ખબર પડી હશે કે તમારી મહેનતની કમાણી ક્યાં રાખવી!

ચાલો... આવજો.

ઉજ્જવલ વૈષ્ણવ

www.uvs.world


English readers Click Here

Hindi readers Click Here

#Investment #mutualfunds #inflation #ruleof72 #finance #fixeddeposits 






મારી અન્ય બ્લોગ પોસ્ટ






                                My YouTube Channel









No comments :

//