જે પોષતું તે મારતું, એ ક્રમ
દીસે છે કુદરતી – કવિ કલાપી
“શું નામ રાખ્યા છે ? ‘કોરોના’
? ઠીક. ક્યે ગામ થી આવ્યા ભલા ? નથ ખબર ? એમ ? એમ કે’ને કે નથ કે’વું ! તે મોટા,
તું તો ઘર ભૂલ્યો, તારો અંત આયો લાગે છે કે તું અહી ભારતમાં આયો ! મારી લાંબી
મૂંછો ને પાઘડીનાં વળ નથ દેખાતા ? આંય, તું તો ભોંઠો પડી ઊભી પૂંછડીએ ભાગવાનો, હજી
કહું છું, હમજી જા, નકર ભૂંડે હાલે મરીશ...”
આવા તોરમાં રહેનાર ગામડાનો
કે શહેરનો જે કોઇપણ માણસ હોય તે આજે તો પરવશ થઇને બેઠો છે. કદાચ ધીરે ધીરે સમજી
રહ્યો છે કે ‘ઈશ્વરે બનાવેલ પ્રકૃતિને છેડવી, તેમાં છીંડા પાડવાની સજા સારી નથી
હોતી.’
કહે છે ને કે ઈશ્વરની
લાઠીમાં અવાજ નથી હોતો. જ્યારે મનુષ્ય પોતાનો આહાર – વિચાર અને આચરણ વિવેકહીન બનાવીને ઉછ્રુન્ખલ બને
છે ત્યારે કુદરત તેને ચેતવે છે કે, આ માનવ શરીરનો રચનાકાર હજાર હાથ વાળો છે અને
એના હાથમાં તારી જીવનડોર છે. એ જ પાલનહાર, સૃષ્ટિનો સર્જનહાર છે. તને મેધાવી
શક્તિઓ આપેલ છે પરંતુ એનો અર્થ એ નથી કે એની બનાવેલ દુનિયા સાથે હે માનવ તું છીંડા
પાડે...
વિજ્ઞાન ભલે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે છતાં, સ્વીકારવું રહ્યું કે, આ કોરોના મહામારીએ માણસજાતને ભયભીત કરી દીધી છે. હા માણસ નામનો સામાજિક પ્રાણી, પોતાના અસ્તિત્વને ટકાવવા ભરચક પ્રયત્નો કરે છે તેમાં સફળતા પણ મેળવે છે પરંતુ સાથે કેટલાક જીવોનો ભોગ પણ લેવાતો હોય છે. હજારો વર્ષ પહેલાનાં માણસે અગ્નિ – પૈડું – હથિયાર ની શોધ કરીને ચમત્કાર સર્જ્યો જ છે ને ? અને આપણી પેઢી આજે ચંદ્ર – મંગળને આંબવા પહોંચી જ છે. તેથી આ મહામારીને નાથવી અશક્ય નથી. છતાં થકવ્યા તો છે જ- હવે જોઈએ કે ન નિરાશ થવાય – ન થકાય કે ન હારવાની અનુભૂતિ થાય, તેવું શું કરી શકીએ ?
બસ “પોતાને ઘેર રહીએ”
સ્વસ્થાને રહીએ – જાણો તો છો જ કે “સ્વસ્થ રહેવું એ સ્વ-ધર્મ છે.” તંદુરસ્ત મન, સમગ્ર
સમાજની અસ્મિતા જાળવવા સક્ષમ છે – તો અહી રામબાણ ઉપાય કોરોનાથી બચવાનો ને સમાજને
બચાવવાનો એક જ છે કે – પોતાના ઘરમાં સુરક્ષિત રહીએ – બુદ્ધિજીવી વર્ગ આપણા જીવન
માટે, “યેન કેન પ્રકારેણ” કામ કરી જ રહ્યો છે. ધર્મ સાથે વિજ્ઞાન અસફળ થઇ જ ન શકે.
વર્ષો પહેલા પણ ટી.બી. પોલીયો જેવા રોગોને નિર્મૂળ કરવામાં વૈજ્ઞાનિકો વિજયી રહ્યા
જ છે. વળી કોરોનાની કોવેક્સીન અને કોવીશિલ્ડ જેવી રસીઓ પણ હવે ઉપલબ્ધ થઇ ગઈ છે જે
યુદ્ધનાં ધોરણે લોકોને અપાઈ પણ રહી છે. સરકારશ્રીની અનેક યોજનાઓ જનતાની સુખાકારી
માટે અથાગ પ્રયત્ન કરી જ રહી છે. માત્ર જરૂરત છે સ્વયંશિસ્ત જાળવવાની. અહીં તો
સ્વયંશિસ્ત ‘સ્વબચાવ’ માટે જ છે ને ! તો શું આ આચારસંહિતા પાળવાની આપણી ફરજ નથી?
પોતાનું હિત પોતે જ કરવું શું જરૂરી નથી ? ચાલો વેદો તરફ પાછા વળીએ. વૃક્ષપૂજા –
નદીપૂજાનું મહત્વ સમજીએ.
કોરોનાને હરાવવા વડીલોએ
વર્ષો પહેલા કરેલી દવાઓની વિજ્ઞાન સાથેની અનુભવ સિદ્ધ અજમાઇશ પણ સકારાત્મક ભાગ
ભજવી શકે તે અહીં સમજીએ. જેમ કે કડવા લીમડાનો પ્રયોગ, ગળો, ગોખરું, ગરમ પાણી, ચુસ્ત દિનચર્યા,
પ્રાણાયામ અને એક અકસીર દવા= “પ્રબળ માનસિક ઇચ્છાશક્તિ” કે “મારે બીમાર થવું જ
નથી.” હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી ચેપ, ન તો લાગવા દેવો કે ન ફેલાવા
દેવો. આંતરિક આરોગ્ય જ્યારે નબળું પડે છે ત્યારે જ ચેપ લાગે છે. નાનકડી વાત
કહેવાની રજા લઉં કે પેટમાં દાંત નથી હોતા માટે ખુબ ચાવીને ખાઈને પેટને ચુસ્ત
રાખવું જેથી અમ્લ ન બને અને શરદી કે ઉધરસ થાય જ નહિ. મારી માં હંમેશ કહેતી “ આંખે ત્રિફળા,
દાંતે લૂણ; પેટ ન ભરવું, ચારે ખૂણ”. અપવાસ દરેક રોગ ને મ્હાત કરી શકે છે જેનો
અભ્યાસ કરનાર જૈવશાસ્ત્રી યોશીનરી ઓશુમીને ૨૦૧૬માં નોબેલ પારિતોષિક પણ મળેલ છે....
જે આપણા ઋષિ-મુનિઓ સૈકાઓ પહેલાં કહી ચુક્યા છે. અને ઘણા ધર્મોમાં આ સુટેવ
પ્રચલનમાં પણ છે.
એટલે હવે જો તમારા સાસુ-સસરા
“અગિયારસ છે... ઉપવાસ છે” એમ કહે તો એમને થાળો ભરી ભરીને આપવાને બદલે આ નોબલ
પ્રાઈઝ વિજેતા ઓશુમી સાહેબ કહે છે...એ પ્રમાણે પીરસવું ! (હા હા હા... સીરીયસલી લેશો નહિ, આ તો ફક્ત રમૂજ
કરી)
અત્યારના કપરા સંજોગોમાં
વ્યક્તિએ પોતાના ઊર્જા, ઊત્સાહ અને મૂડીને બચાવી રાખવાની પ્રાથમિકતા છે. નવું નવું
શીખી ડીજીટલ યુગ સાથે કદમ મિલાવો ! ઘેર બેઠા મોબાઈલની ક્લિક થી બેન્કિંગ – બીલો ભરવા
– વસ્તુઓ મંગાવવી વગેરે શીખીને બહાર ભીડ કે ટ્રાફિક ન થવા દેવામાં નાનું યોગદાન
આપી જ શકાય! બિન જરૂરી ધન વ્યય કરવો નહિ. ‘ક્ષમા કરો, તણાવ મુક્ત રહો અને દિર્ઘાયુ
પ્રાપ્ત કરો’ નો મહાન સંતોએ આપેલ અદભૂત મંત્રને અનુસરો.
બસ, હવે એ જ ઉકેલવાનું રહ્યું
કે શું આ કલિયુગનો અંત થવા જઈ રહ્યો છે ? કે કોઈ દુભાયેલ મહાત્માનો ક્રોધ સક્રિય
થઇ ગયો છે !? ‘વિચારો’, ચેતાઓના કંપનથી ઉદ્ભવેલ એક પ્રકારના તરંગો જ છે ને!
એક કવિતાથી વાતનો અંત કરીએ......
![]() |
| કાવ્ય પઠન સાંભળવા ઉપર ક્લિક કરો |
ચાલોને હવે ઘરમાં રહીએ,
રમત-ગમત ને રસોઈ શીખીએ;
ઈન્ટરનેટને ઘમરોળી લઈ,
ચાલો 'સ્વ'
ને 'જ્ઞાતા' કરીએ;
વિજ્ઞાન, ખગોળ કે હોય તબીબી,
કમ્પ્યુટર માસ્ટરથી ભણીએ...
ભાત ભાતની ભાષા શીખી’
ઘર બેઠાં ‘ખણખણીયા’ રળીએ...
ધન કમાવાના રસ્તા કે,
સંગી_તની હો ભલે સરગમ;
નોંક-ઝોંકની સાથે સાથે,
ફેસબુક પર ચિતરામણ કરીએ
છો ને લડતાં મમ્મી - પપ્પા
તે પણ કોરોનાથી ડરતા !
આફતને અવસરમાં બદલી
નવા યુગના પગરવ ગણીએ !
-
મનિષા વૈષ્ણવ
(મુંબઈ / રાજકોટ)
Written On - 01st January 2021
#manishavaishnav
- શું તમારા ઘર માં વડીલો છે ? --- #GuestPost by Manisha Vaishnav
- વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
શિયાળાના સુપર હીરો - #GuestPost by Manisha Vaishnav
નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
- રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
- ઓનલાઈન વેપાર થી બનો વિશ્વ માનવ
- હા... મને પણ બનવું છે... કરૉડપતિ !!!
- કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન - #Numerology
- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
- #PaneerRecipes Cook and Earn...In Hindi / Gujarati / English



No comments :
Post a Comment